Sunday, April 19, 2026
HomeNationalઓડિશામાં બે જૂથ વચ્ચે અથડામણમાં અજંપાભરી સ્થિતિ, હિંસાગ્રસ્ત વિસ્તારોમાં કલમ 144 લાગુ...

ઓડિશામાં બે જૂથ વચ્ચે અથડામણમાં અજંપાભરી સ્થિતિ, હિંસાગ્રસ્ત વિસ્તારોમાં કલમ 144 લાગુ કરાઈ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ઓડિશા: Sambalpur violence : ગુજરાત, પશ્ચિમ બંગાળ, બિહાર સહિતના રાજ્યમાં રામનવમીના દિવસે થયેલી હિંસાના પડઘા હજુ શમ્યા નથી. ત્યારે ઓડિશામાંથી હિંસા (Odisha violence)ફાટી નીકળવાની ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં સબંલપુરમાં (Sambalpur) બાઈક રેલી દરમિયાન બે કોમ વચ્ચે કોઈ બાબતને લઈ અથડામણ (Group Clash) સર્જાઇ હતી. જોત-જોતામાં અથડામણ હિંસક (violent) બની હતી. જેમાં 10 થી વધુ પોલીસકર્મી પણ ઇજાગ્રસ્ત થયા છે. જેના પગલે સંબલપુરમાં સર્જાયેલી અજંપાભરી સ્થિતિને લઈ પોલીસ દ્વારા કલમ 144 લાગુ કરવામાં આવી છે.

ઓડિશામાં હનુમાન જયંતિના બે દિવસ અગાઉ સંબલપુર વિસ્તારમાંથી બાઇક રેલી નીકળી હતી. તે દરમિયાન કોઈ અગમ્ય કારણોસર બે જૂથો વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં સામ-સામે પથ્થરમારો થયો હતો. આ ઘટનાના પગલે વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. જેના કારણે હિંસાગ્રસ્ત વિસ્તારોમા કલમ 144 લાગુ કરી પોલીસના ધાડેધાડા ઘટનાસ્થળે ઉતારી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત સમ્રગ રાજ્યમાં અશાંતિ ન ફેલાય તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે.

- Advertisement -

સંબલપુર સંવેદનશીલ વિસ્તારોમાંથી એક માનવામાં આવે છે. અહીંયા કોમી તોફાન ફાટી નીકળતા પોલીસ દોડતી થઈ હતી. તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. પથ્થરમારો કરી આશાંતિ ફેલાવનારા તત્વોની પોલીસે તપાસ હાથ ધરી છે. કાયદા વ્યવસ્થાની સ્થિતિ ન વણસે તે માટે પોલીસને વહેલામાં વહેલી તકે ઉપદ્વવીઓની ઓળખ કરી કડક હાથે કાર્યવાહી કરવા ગૃહવિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યા છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular