નવજીવન ન્યૂઝ. ગીરસોમનાથઃ Gir Somnath News: ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાને અડીને આવેલું દીવ (Diu) સંઘ પ્રદેશમાંથી મોટી સંખ્યામાં દારૂની હેરાફેરી (Liquor Smuggling) કરવામાં આવતી હોય છે. જે માર્ગો પરથી દારૂની હેરાફેરી કરવામાં આવતી હોય છે, ત્યાંજ પોલીસની ચેકપોસ્ટ પણ આવેલી હોય છે. તેમ છતાં પોલીસ રાજ્યમાં દારૂ ઘુસતા અટકાવી શકતી નથી. જે પ્રકારે દારૂની હેરાફેરી થઈ રહી છે. તે પોલીસકર્મીની મદદ વગર શક્ય નથી. ત્યારે ગીરસોમનાથ જિલ્લાના બે પોલીસકર્મીઓની (Gir Somnath Policeman) દારૂની હેરાફેરીમાં (Alcohol Smuggling)સંડોવણી સામે આવતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર, સંઘ પ્રદેશ દીવમાંથી ગીર સોમનાથ જિલ્લામાં વિદેશી દારૂ ઘુસાડવાના નેટવર્કનો મોટા ખુલાસો સામે આવ્યો છે. સુત્રપાડા પોલીસ દ્વારા પકડવામાં આવેલા વિદેશી દારૂના જથ્થામાં દારૂ સપ્લાય કરવામાં બે પોલીસકર્મીઓની સંડોવણી હોવાનું સામે આવતા ચકચાર મચી હતી. ગીરસોમનાથ જિલ્લાના જ બે પોલીસકર્મીઓ બુટલેગર બનીને દારૂ સપ્લાય કરતાં હોવાનું સામે આવતા સુત્રપાડા પોલીસ દ્વારા આ બંને પોલીસકર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.
દીવથી ગીરસોમનાથ જિલ્લામાં દારૂ ઘુસાડવાના નેટવર્કમાં સોમનાથ મંદિર સુરક્ષામાં ફરજ બજાવતા ASI કરશન રાઠોડ અને ઉના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બિપીન ગોસ્વામીની વિદેશી દારૂના ગુનામાં સંડોવણી સામે આવતા જિલ્લા પોલીસ વડાએ બંને પોલીસકર્મીને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. દારૂની હેરાફેરીમાં પોલીસકર્મી જ બુટલેગર નીકળતાં ફરી એકવાર ખાખી પર નશાનો દાગ લાગ્યો છે.
TAG: Gir Somnath Policeman Friendship Bootlegger, Liquor Smuggling in Gujarat
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








