Sunday, April 19, 2026
HomeNationalBJP નેતા અને ટિક-ટોક સ્ટાર સોનાલી ફોગાટનું હાર્ટએટેકથી ગોવામાં મૃત્યુ

BJP નેતા અને ટિક-ટોક સ્ટાર સોનાલી ફોગાટનું હાર્ટએટેકથી ગોવામાં મૃત્યુ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. પણજી: બીજેપી નેતા સોનાલી ફોગાટનું ગઈકાલે રાત્રે હાર્ટ એટેકથી ગોવામાં અવસાન થયું છે. સોનાલી નેતા હોવા ઉપરાંત તે ટિક-ટોક સ્ટાર રહી ચુકી છે. એટલું જ નહીં તે બિગ બોસ-14માં પણ જોવા મળી ચુકી છે. સોનાલી ફોગાટ સાથે ઘણા વિવાદો પણ જોડાયેલા છે. તેના મૃત્યુ પહેલા સોનાલી ફોગાટે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જ્યારે ટ્વિટર એકાઉન્ટ પર તેણે તેની પ્રોફાઇલ પિક્ચર પણ બદલી નાખ્યું હતું.

હરિયાણામાં 2019 વિધાનસભામાં ભાજપની ટીકિટ પરથી આદમપુરથી સોનાલી ફોગાટે ચૂંટણી લડી હતી. આ દરમિયાન તેના ટિક ટોકના વીડિયો પણ ઘણા ચર્ચામાં રહ્યા હતા. જોકે આ ચૂંટણીમાં કોંગ્રેસના કુલદીપ બિશ્નોઈ સામે સોનાલીને હારનો સામનો કરવો પડ્યો હતો. તાજેતરમાં સોનાલી તેના કેટલાક મિત્રો સાથે ગોવા ગઈ હતી. આ દરમિયાન સોનાલીને હાર્ટ એટેક આવતા તેનું નિધન થયું છે.

- Advertisement -

બિગ બોસ 14માં જોવા મળેલી સોનાલી ફોગાટ ઘણીવાર તેના ડાન્સ વીડિયોને કારણે લાઈમલાઈટમાં રહેતી હતી. સોનાલીની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે. સોનાલીએ તેના સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો પોસ્ટ કર્યા છે. સોનાલી ફોગાટ બિગ બોસના ઘરમાંથી ફેમસ થઈ હતી. બિગ બોસમાં ભાગ લીધા બાદ તેની લોકપ્રિયતાનો ગ્રાફ ઘણો ઊંચો થઈ ગયો હતો. રૂબીના અને નિક્કી તંબોલી સાથેનો તેમનો ઝઘડો ખૂબ જ ચર્ચામાં રહેતો હતો. સોનાલી ફોગાટે બિગ બોસના ઘરમાં નિક્કી તંબોલી અને રૂબીનાને ઘરની બહાર જોઈ લેવાની ધમકી આપી હતી. જેના કારણે સલમાન ખાન ગુસ્સામાં આવી ગયો અને તેને ઘણું બધું કહ્યું.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular