નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Gujarat weather forecast : હવામાન વિભાગે (India Meteorological Department) રાજ્યમાં તાપમાનમાં વધારો (Heatwave) થવાની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે, રાજ્યમાં હાલ પૂર્વ-દક્ષિણનો પવન ફૂંકાય રહ્યો છે અને તાપમાન (Temperature)આગામી 48 કલાક સુધી યથાવત રહેશે. તાપમાનમાં નોંધપાત્ર વધારો થવાની આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાત અને સૌરાષ્ટ્ર (Saurashtra) કચ્છમાં (Kutch) મહત્તમ તાપમાન 37થી 39 ડીગ્રી આસપાર રહેશે.
રાજ્યમાં શિયાળાની ઋતુનો અંત આવતો હોય તે રીતે ઉનાળાની શરૂઆતમાં જ હવામાન વિભાગે હિટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની સ્થિતી જોવા મળી શકે છે. જેમાં રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં મહત્તમ તાપમાન 40 ડીગ્રી આસપાસ રહી શકે છે. સાથે જ અમદાવાદમાં પણ 38 ડીગ્રી તાપમાન રહી શકે છે. પરંતુ રાહતની વાત છે કે આગાહી મુજબ આગામી 48 કલાક બાદ તાપમાનમાં ફરી ઘટાડો થશે અને ગરમીમાં ઘટાડો જોવા મળશે.
રાજ્યમાં શિયાળાની ઋતુ વહેલી પુરી થતી હોય તેમ કેટલાક સ્થળો પર ગરમીનો અહેસાસ ફેબ્રુઆરી માસથી જ થવા લાગ્યો હતો. સાથે જ કેટલાક સ્થળો પર તો બે-બે ઋતુ હોય તેવું વાતાવરણ રહ્યું હતું. વિધિવત રીતે ઉનાળો બેસે તે પહેલા જ હિટવેવની આગાહીને ઊંચા તાપમાનને કારણે લોકોમાં ચર્ચા જાગી છે કે ઉનાળાની ગરમીમાં તો કેવી હાલત થશે. મહત્વની વાત છે કે, પર્યાવરણને થતું નુકશાન, પ્રદુષણ અને ગ્લોબલ વૉર્મિંગના કારણે વાતાવરણને સીધી અસર થતી હોય છે. ત્યારે આંકડાની વાત કરીએ તો છેલ્લા 12 વર્ષમાં 16 ફેબ્રુઆરીનો દિવસ સૌથી ગરમ દિવસ રહ્યો છે. આમ આ વખતે ગરમીએ તાપમાનનો રેકોર્ડ તોડતા ઉનાળાના દિવસોમાં વદારે ગરમી પડે તેવી સ્થિતી જોવા મળી શકે છે.
Tag : Gujarat weather update heatwave forecast News
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








