નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot Crime News : રાજકોટમાં જાહેર માર્ગ પર ધમાલ મચાવતા અસામાજિક તત્વોનો (Anti social elements)ત્રાસ વધતો હોય તેવી સ્થિતી જોવા મળી છે. તાજેતરમાં જ માલવિયાનગર પોલીસ (Rajkot Police) સ્ટેશન વિસ્તારમાં જાહેર માર્ગ બંધ કરી કેક કટિંગ કરતા યુવકોએ પોલીસ સાથે ઘર્ષણ કર્યાની ઘટના સામે આવી હતી. ત્યારે હવે આ જ વિસ્તારમાં આનંદ બંગલા ચોક પર રાહદારીઓને રોકી વાહનના કાચ ફોડી માથાકૂટ કરવાની ઘટના સામે આવી છે. આ ઘટનાના વાયરલ થયેલા વિડીયોમાં (Video Viral) જોઈ શકાય છે કે, કેટલાક અસામાજીક તત્વો આનંદ બંગલા ચોક ખાતેથી પસાર થતા લોકોને પરેશાન કરી રહ્યા છે.
ઘટનાની મળતી વિગતો મુજબ, રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારના આનંદ બંગલા ચોક વિસ્તારમાં ગતરોજ રાત્રે અસામાજિક તત્વોએ ડિંગલ શરૂ કર્યા હતા. બેફામ ડિંગલ કરતા તત્વોએ રસ્તા પરથી પસાર થતા રાહદારીઓને રોકવાનું શરૂ કર્યું અને ચાલકો સાથે માથાકૂટ પણ કરી હતી. સાથે જ કેટલાક વાહનોને નુકશાન પહોંચાડી ચાલકોને માર મારવાની ઘટના પણ બની હોવાનું સુત્રો જણાવે છે. આ સમગ્ર ઘટના કોઈએ કેમેરામાં કેદ કરી વિડીયો વાયરલ કરતા આતંકના દૃષ્યો સામે આવતા શહેરીજનો પોલીસ કાર્યવાહીની માગણી કરતા જોવા મળ્યા હતા.
આ વિડીયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે હાથમાં લાકડીઓ જેવા હથિયાર લઈ યુવકો રસ્તો રોકી રહ્યા છે અને રાહદારીઓને પસાર કરી રહ્યા છે. તેમજ અમૂક રાહદારીના વાહનને નુકશાન તેમજ કારના કાચ ફોડી નાખ્યાની પણ ઘટના બની હોવાના અહેવાલ મળી રહ્યા છે. મહત્વની બાબત છે કે આ ઘટના સ્થળ માલવિયાનગર પોલીસ સ્ટેશનથી એકદમ નજીક હોવા છતાં પણ પોલીસને આ બાબતની જાણ સુધ્ધા ન હતી. પોલીસને પડકાર ફેંકતા અસામાજિક તત્વો વિરૂધ્ધ પોલીસે કાર્યવાહી કરી હોવાની માહિતી મળી રહી છે. પરંતુ પોલીસ સ્ટેશન નજીક જ થયેલી આ ઘટનાને કારણે પોલીસના નાઈટ પેટ્રોલિંગના દાવા પર સવાલ પેદા થવા વાજબી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








