નવજીવન ન્યૂઝ. મુંબઈ: Maharashtra Politics :મહારાષ્ટ્રમાં શિવસેનાના (Shivsena) ધારાસભ્ય એકનાથશિંદેના(Eknath Shinde) મહાવિકાસ અઘાડીની સરકાર પાડવા અને પોતે મુખ્યમંત્રી બનવાના આરોપનો સામનો કરી રહ્યા હતા. ત્યારે બાદ શિંદેએ શિવસેના પાર્ટી પર જ દાવો માંડતા પાર્ટી બે ભાગમાં વહેચાઈ ગઈ હતી. જેના કારણે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) જૂથ અને શિંદે જૂથ આમને સામને આવી ગયા છે. ત્યારે શિવસેનાના સંજય રાઉતે (Sanjay Raut) ફરી આક્ષેપ લગાવી શિવસેનાના નિશાન (Shiv Sena symbol) અને નામ (Shiv Sena name) માટે રૂપિયા 2 હજાર કરોડના વ્યવહારની વાત કરી છે. આ તેમનો ફર્સ્ટ ઈન્ફોર્મેશન રિપોર્ટ હોવાનું કહેતા તેમણે શિંદે જૂથ પર ગંભીર આક્ષેપો કર્યા હતા.
ચૂંટણી પંચે શિવસેનાના નિશાન અને ચિહ્નની ફાળવણી એકનાથ શિંદે જુથને કર્યાના બે દિવસ બાદ ઉદ્ધવ ઠાકરે જૂથના સંજય રાઉતે ગંભીર આક્ષેપો કર્યા છે. આજરોજ સંજય રાઉતે આક્ષેપ કરતા કહ્યું હતું કે પાર્ટીના ચિહ્ન ‘ધનુષ અને તીર’ની ખરીદી માટે રૂપિયા 2 હજાર કરોડોનો સોદો થયો છે. રાઉતે મીડિયા સમક્ષ કહ્યું હતું કે મારી પાસે પ્રાથમિક માહિતી મળી છે તેમ મુજબ શિવસેનાનું નામ અને ચિહ્ન મેળવવા માટે છેલ્લા છ માસમાં રૂપિયા 2 હજાર કરોડના વ્યવહારો થયા છે. આ માત્ર એક વ્યવસાયિક સોદો હતો તે યોગ્યતાના આધાર પર નથી થયું. આ એક એવો ધંધો છે જેમાં જંગી રકમની ચૂકવણી કરવામાં આવી હતી.
વધુમાં રાઉતે જણાવ્યું હતું કે “જ્યારે ધારાસભ્યોનું સમર્થન ખરીદવા માટે રૂ. 50 લાખની કિંમત, સાંસદો માટે રૂ. એક કરોડ, શાખાઓ માટે રૂ. 5 કરોડ રાખવામાં આવી શકે છે, ત્યારે તેઓએ ચોક્કસપણે ‘શિવસેના’ અને ધનુષ અને તીરનું ચિહ્ન મેળવવા માટે મોટી રકમ ચૂકવી હશે. તેઓએ શિવસેનાનું નામ અને પ્રતીક ચોરી લીધું જે બાળાસાહેબ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી પાર્ટીનું હતું. તે મારી દ્રઢ માન્યતા છે કે પૈસા મહત્વની ભૂમિકા ભજવે છે.”
મહત્વની વાત છે કે ગત વર્ષે જૂન મહિનામાં મહારાષ્ટ્રમાં શરૂ થયેલા રાજકીય વિવાદ પર ચૂંટણી પંચે ગત શુક્રવારના રોજ નિર્ણય જાહેર કર્યો હતો કે, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આગેવાની વાળા જૂથના વિરોધી એકનાથ શિંદે દળની આગેવાની હેઠળનું જૂથ વાસ્તવિક શિવસેના છે. જૂન 2022માં એકનાથશિંદે જૂથના 40 ધારાસભ્યોએ બળવો કરી મહાવિકાસ અઘાડી સરકારનું પતન કરવાની સ્થિતી પેદા કરી હતી. બાદમાં શિવસેનાના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સરકારનું વિસર્જન થતા શિંદે ભાજપના સહયોગથી મુખ્યમંત્રી બન્યા હતા. આ સમયે ભાજપ પર મહાવિકાસ અઘાડી સરકારને તોડી પાડવાના કાવતરાંના આક્ષેપો પણ લાગ્યા હતા. પરંતુ ત્યાર બાદ શિંદે જૂથે શિવસેના પાર્ટી પર જ દાવો ઠોકતા ઉદ્ધવ ઠાકરે જૂથ વિમાસણમાં મુકાયું હતું. એવામાં ચૂંટણી પંચનો નિર્ણય પણ શિંદે જૂથ તરફી આવતા હવે ઉદ્ધવ જૂથની કફોડી સ્થિતી થઈ હોવાનું મનાય છે.
TAG : Rs 2K-cr changed hands for Shiv Sena name, symbol
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








