Friday, July 3, 2026
HomeGeneralગુજરાતની બેંકને 20 કરોડનો ચૂનો લગાડનાર સંજય ગુપ્તાની મુંબઈથી ધરપકડ

ગુજરાતની બેંકને 20 કરોડનો ચૂનો લગાડનાર સંજય ગુપ્તાની મુંબઈથી ધરપકડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મુંબઈ: ગુજરાતમાં બેંક સાથે છેતરપિંડી કરી કરોડોનો ચૂનો લગાડનાર સંજય ગુપ્તાની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. સંજય ગુપ્તા છેલ્લા 10 વર્ષથી નાસ્તો ફરતો હતો અને તે નાઇરોબી નાસી ગયો હતો. નાઇરોબીથી પરત ફરતા CBIએ મુંબઈ એરપોર્ટ પરથી પકડી પાડ્યો હતો.



અમદાવાદ મિર્ઝાપુરની વિશેષ સીબીઆઈ કોર્ટમાં 24 ડિસેમ્બર 2013ના રોજ આઠ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં શિપિંગ કંપનીના ડાયરેક્ટર સંજય ગુપ્તા મુખ્ય આરોપી હતો. CBI કોર્ટ મારફત લુક આઉટ કોર્નર ઇશ્યુ કરી હતી અને રેડ કોર્નર નોટિસ પણ ઇશ્યુ કરવામાં આવી હતી. જોકે આ લુક આઉટ કોર્નર ઇશ્યુ થાય તે પહેલા જ સંજય ગુપ્તા વિદેશ ફરાર થઈ ગયો હતો. તેવામાં સંજય ગુપ્તા કેન્યાથી ભારત પરત ફરતા મુંબઈ એરપોર્ટ પર જ CBIએ તેને ઝડપી લીધો હતો.

જામનગરમાં 2013માં સંજય ગુપ્તા સહિત 8 લોકોએ કેનરા બેંક સાથે 20.68 કરોડનું કૌભાંડ આચર્યું હતું. જે મામલે ગુજરાત CBIમાં ફરિયાદ થઈ હતી. આ ગુનામાં CBIની ટીમે અગાઉ 7 આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે સંજય ગુપ્તા વિદેશ ભાગી ગયો હતો. સંજય ગુપ્તાની ધરપકડ બાદ સીબીઆઈની ટીમે સંજય ગુપ્તાને કોર્ટમાં રજૂ કરીને 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular