Monday, May 25, 2026
HomeFeature Postસુરતઃ કેન્સર જેવો રોગ ભેટમાં આપતા કેમિકલ ડસ્ટમાંથી સ્ટીલ વેસ્ટ વીણવાનો જીવલેણ...

સુરતઃ કેન્સર જેવો રોગ ભેટમાં આપતા કેમિકલ ડસ્ટમાંથી સ્ટીલ વેસ્ટ વીણવાનો જીવલેણ વેપલો

- Advertisement -

દિલીપ ચાવડા (નવજીવન ન્યુઝ. સુરત ગ્રામ્ય): હજીરા વિસ્તારમાં કાર્યરત મલ્ટી નેશનલ કંપનીઓ દ્વારા વિવિધ પ્રકારનો માનવીય અને પર્યાવરણને નુકસાન કરતાં કેમિકલ વેસ્ટ જાહેરમાં નાખવાનો ગેરકાયદેસરનો વેપલો કરવામાં આવે છે. જે કેમિકલ વેસ્ટમાં આવતા વિવિધ સ્ટીલ વેસ્ટને જીવના જોખમે કાઢી ભંગારમાં વેચી રોજી રોટી મેળવવાનો પણ વેપલો ચાલી રહ્યો છે. હજીરા વિસ્તારમાં બેકાર યુવાનો, મહિલાઓ અને તેમના પરિવારના સભ્યો કેમિકલ વેસ્ટમાંથી સ્ટીલ વેસ્ટ શોધી તેને ભંગારમાં વેચી પરિવારનું ગુજરાન ચલાવે છે. હજીરા વિસ્તારમાં કેમિકલ વેસ્ટને લઈને કેન્સરના રોગથી અનેક નિર્દોષ લોકોનો ભોગ લેવાયો છે અને અનેક લોકો રોગનો શિકાર બની સારવાર થકી હેરાનગતિ ભોગવતા હોવા જેવી તમામ બાબતોએ વાકેફ હોવા છતાં પેટનો ખાડો પુરવાની જવાબદારી અને મજબૂરીએ જીવના જોખમે સ્ટીલ વેસ્ટ વીણવાની કામગીરી કરતાં લોકો સાથે નવજીવન ન્યુઝનો ગ્રાઉંડ રિપોર્ટ.



અરબી સમુદ્રના કાંઠે આવેલા ચોર્યાસી તાલુકાનાં હજીરા તથા ગામ ખાતે 15 જેટલી મલ્ટી નેશનલ કંપનીઓ આવેલી છે. ત્યારે સ્ટીલ સહિત અન્ય ચીજ વસ્તુનું ઉત્પાદન કરતી કંપની કે જેઓના પ્લાનમાંથી ઝીરો વેસ્ટ નિકાલની વાત વચ્ચે મોટા પાયે કેમિકલ વેસ્ટ જાહેરમાં માનવજાતિ અને પર્યાવરણને ખતરારૂપ જુદા જુદા કેમિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરાઇ રહ્યો છે અને શહેરના છેવાડે આવેલા હજીરા ગામમાં કેન્સરની જીવલેણ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા 5 વર્ષમાં જ આ એક જ ગામમાંથી 50થી વધુ વ્યક્તિનું કેન્સર જેવી ગંભીર બિમારીના કારણે મોત થયું છે. ગામની આજુબાજુમાં આવેલી કંપનીઓમાંથી ઉડતી રજકણોના કારણે ગામવાસીઓનું સ્વાસ્થ્ય જોખમાઇ રહ્યું હોવાનો આક્ષેપ ગામવાસીઓ કરી રહ્યા છે.

હજીરા વિસ્તારમાં કાર્યરત મલ્ટી નેશનલ કંપનીઓ દ્વારા પર્યાવરણ સાથે માનવ અને જીવ શ્રુસ્તીને નુકસાનરૂપ રીતે જાહેરમાં કેમિકલ વેસ્ટમાં મોટા પાયે ઠાલવી ખોટું કરાઇ રહ્યું છે. ત્યારે કંપનીઓ દ્વારા જાહેરમાં નખાતા વિવિધ સ્ટીલ વેસ્ટ અહીંના લોકોની રોજી રોટી પણ પૂરી પાડે છે. હજીરા વિસ્તારમાં રહેતા અને રોજી રોટી વિના બેકાર બનેલા યુવક અને મહિલાઓ તથા વૃદ્ધો દ્વારા કેમિકલ વેસ્ટમાંથી સ્ટીલ વેસ્ટ સોધી ભંગારમાં વેચી પેટિયું રડતાં આવ્યા છે. કેમિકલ વેસ્ટ માંથી ઊડતી રજકણ સ્વાસ્થય માટે જીવલેણ હોવાનું જાણવા છતાં પેટનો ખાડો પૂરવા જીવને જોખમમાં મૂકવામાં આવે છે.



હજીરામાં કાર્યરત કંપનીઓમાંથી નીકળતો હેવી મેટલ વેસ્ટ મોટી કિંમતે વેચવામાં આવે છે જેનો કોઈપણ પ્રકારે લાભ સ્થાનિક બેકાર કે ગરીબ પરિવારોને નથી અપાતો. ત્યારે સ્ટીલ વેસ્ટ સોધવાની કામગીરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા આવેલા મોહનભાઈ રાવજીભાઇએ નવજીવન ન્યૂઝ સાથેની મુલાકાત દરમિયાન આપેલી માહિતી મુજબ હજીરા દરિયા કિનારે તથા આજુબાજુના ગામોમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર ઠલવાતા કેમિકલ વેસ્ટમાંથી એલ્યુમિનિયમ, પિત્તળ, ધાતું અને લોખંડ જેવા જુદા જુદા સ્ટીલ વેસ્ટ શોધતા મળી આવે છે. અમે પરિવારના તમામ સભ્યો ભેગામળી જીવના જોખમે કેમિકલ વેસ્ટના ડુંગરને ખોરી સ્ટીલ વેસ્ટ, હેવી મેટલ વેસ્ટને શોધી ભંગારમાં વેચીએ છે. હજીરાથી સુરત સિટી નજીક પડતી હોય અહીંથી ભંગારના વેપારીઓ આવી સ્ટીલ વેસ્ટ ખરીદી કરી તેના બદલામાં સ્થળ પરજ રોકડ રકમ ચૂકવતા હોવાથી તે ક્માણીએ પરિવારનું ગુજરાન ચલાવાય છે. આ કામગીરી જીવલેણ હોવાનું જાણવા છતાં અમે લોકો પેટનો ખાડો પૂરવા આ કામગીરી કરવા માટે મજબૂર છીએ.

- Advertisement -

જીવલેણ કેન્સરના દર્દીઓની સંખ્યામાં થઈ રહ્યો છે ચોકાવનારો વધારો
શહેરના છેવાડે આવેલા હજીરા ગામમાં કેન્સરની જીવલેણ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા 5 વર્ષમાં જ આ એક જ ગામમાંથી 50 થી વધુ વ્યક્તિનું કેન્સરની બિમારીના કારણે મોત થયું છે. આ આકડા સરકારી દફ્તર મુજબના છે જ્યારે સ્થળ પર પરિસ્થિતી વધુ ચોકાવનારી છે. ગામની આજુબાજુમાં આવેલી કંપનીઓમાંથી ઉડતી રજકણોના કારણ સ્વાસ્થ્ય જોખમાઇ રહ્યું હોવાનો આક્ષેપ ગામવાસીઓ અને પર્યાવરણવાદી દ્વારા કરવામાં આવી રહ્યો છે. એક માત્ર હજીરા ગામની વાત કરીએ તો હાલ અંદાજિત 8000ની વસ્તીનામાં કેન્સરના કારણે 50થી વધુ લોકોના મોત નીપજ્યા છે. જેમાં મહિલાઓની સંખ્યા વધારે રહી છે. સ્થાનિકોએ આક્ષેપો મુજબ હજીરા ગામની આજુબાજુમાં મોટા ઉદ્યોગો આવેલા છે. આ રજકણોમાં કેમિકલ અને લોખંડ, કોલસાની રજ હોય છે. આ રજ શ્વાસ મારફતે શરીરમાં જતાં લોકો કેન્સર જેવી ગંભીર બીમારીનો શિકાર બની રહ્યા છે.



હજીરામાં કેન્સરથી મોત થયેલા ઓની યાદી, આકડા બે વર્ષ જૂના હોય જેમાં હાલ વધારો થયો છે.
1. ઇન્દુબેન પટેલ, 2.હંસાબેન પટેલ, 3. દિપીકાબેન પટેલ, 4.રમણબેન પટેલ, 5. મણીબેન ખલાસી, 6. ઇન્દુબેન પટેલ, 7. શાંતિબેન પટેલ, 8.મનુબેન પટેલ, 9. નવીનભાઇ પટેલ, 10. રસીકભાઇ પટેલ, 11. બેનીબેન પટેલ, 12.વલ્લભભાઇ આહિર, 13.પ્રેમાભાઇ આહિર, 14. ઘનાભાઇ આહિર, 15.બાબુભાઇ પટેલ, 16.ગોવિંદભાઇ પટેલ, 17. રતનજી પટેલ, 18. વાલીબેન પટેલ, 19.નંદુબેન દેસાઈ, 20. દમયંતિબેન ખલાસી, 21.વિક્રમભાઇ પટેલ, 22. કરલાબેન પટેલ, 23. લક્ષ્મીબેન ખલાસી

રજકણ શ્વાસ મારફતે શરીરમાં જવાના કારણે કેન્સરનો રોગ થાય છે. લોકોને કેન્સર થયાની જાણ થતી નથી. તાવ આવે કે શરીરમાં દુ:ખાવો થાય તો સ્થાનિક તબીબો પાસે દવા લઇ લેતા હોય છે. જોકે, છેલ્લા સ્ટેજમાં કેન્સર પહોંચે ત્યારે ડિટેક્ટ થતું હોવાના કારણે દર્દીની હાલત ગંભીર થઇ જાય છે. અમે માહિતી અધિકાર અન્વયે માંગેલી માહિતિ મુજબ પાંચ વર્ષમાં 70 લોકોના કેન્સર થી મોત થયાનું નોધાયું છે. ત્યારે દિવસે દિવસે પરિસ્થિતી વધુ ખરાબ થઈ રહી છે.

હજીરા વિસ્તારમાં કાર્યરત કંપનીઓ દ્વારા કાઢવામાં આવતો હેવી મેટલ વેસ્ટ એ આરોગ્ય અને પર્યાવરણ ને નુકસાન રૂપ છે. સ્ટીલ પ્લાન્ટ માંથી નીકળતો કેમિકલ વેસ્ટના કાયદા મુજબ નિકાલ ન થવાથી અનેક જીવલેણ રોગો થઈ રહ્યા છે.( એમ.એસ.એચ.સેખ, પર્યાવરણવાદી)



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular