તુષાર બસિયા/દેવલ જાદવ: ગુજરાતમાં ઓનલાઈન સટ્ટા/જુગારનું નેટવર્ક ખુલ્લેઆમ અખબારોમાં જાહેરાત આપતું થયું જેમાં મહાદેવ બુક નામની જાહેરાત ગુજરાતના વિખ્યાત અખબારના પ્રથમ પાને છપાઈ ત્યારે જુગારીઓને પોલીસ અને કાયદાનો કેટલો ભય છે તે ચિંતાનો વિષય હતો. આ રેકેટનો પર્દાફાશ કરતા સૌ પ્રથમ નવજીવન ન્યૂઝ દ્વારા ઈન્વેસ્ટીગેશન કરી તબક્કાવાર માહિતી સાથે અહેવાલ પ્રસિધ્ધ કરતું રહ્યું છે. અમદાવાદના કેટલાક ઉચ્ચ અધિકારીઓ તો નવજીવન ન્યૂઝના પત્રકારને અહીં સુધી કે ફોન પર જવાબ આપવાથી પણ બચતા જોવા મળ્યા, ત્યારે રાજકોટના ડી.સી.પી. ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે આ અંગે વિસ્તૃત જાણકારી આપી અને સટ્ટાના ધંધાની બદી સામે કાર્યવાહી થશે તેવી સ્પષ્ટતા કરી હતી.
આજરોજ બુધવારના રોજ ડીસીપી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ સાથે નવજીવન ન્યૂઝના પત્રકાર સાથેની ટેલિફોનિક વાત દરમિયાન અખબારના પ્રથમ પાને ચમકેલી જાહેરાત મહાદેવ બુક વિશે પૃચ્છા કરવામાં આવી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, “આ ગુજરાત વ્યાપી વાત છે. આ વાત મારા ધ્યાને છે કે અખબારમાં આવી જાહેરાત આવી હતી. આ મામલે અમારા દ્વારા તપાસ તો થશે જ સાથે જ કાયદેસર કાર્યવાહી પણ કરીશું. લગભગ જિલ્લાની પોલીસ આ મામલે કામે લાગેલી છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પણ આ કાર્યમાં જોડાઈ જશે. સાથે જ તેમણે કહ્યું કે આ મામલે અન્ય રાજ્યોની પોલીસ સાથે પણ સંકલનમાં રહી કાર્યવાહી કરવામાં આવશે.”
તાજેતરમાં જ રાજકોટમાં ડી.સી.પી. ક્રાઈમ ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની નિયુક્તી થઈ છે. તેમની નિયુક્તી બાદ ચમત્કારીક રીતે ઓનલાઈન સટ્ટાના આઈ.ડી.માં ઉપરના માથાના નામ પોલીસને મળવા લાગ્યા છે. એટલે સુધી કે રાજકોટમાં ઝડપાયેલા આરોપીએ ઓનલાઈન આઈ.ડી. રા.લો. સંઘના મહેશ આસોદરીયા પાસેથી લીધાની કેફિયત આપી હતી. જેના કારણે નવજીવન ન્યૂઝે પ્રસિધ્ધ કરેલા અહેવાલને બળ મળે છે કે સટ્ટા નેટવર્ક વિદેશીના નામે સ્થાનિક માથાઓ પણ ચલાવે છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











