Sunday, June 14, 2026
HomeGeneralસુરત ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી ઢબે 6 વર્ષથી ભાગતા ફરતા આરોપીને બિહારથી ઝડપ્યો,...

સુરત ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી ઢબે 6 વર્ષથી ભાગતા ફરતા આરોપીને બિહારથી ઝડપ્યો, જાણો પોલીસના આ ઓપરેશન ઘોસ્ટ વિષે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: સુરતમાં વર્ષોથી ખૂન જેવા ગંભીર ગુના કર્યા બાદ ફરાર થઈ ગયેલા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અન્ય રાજ્યમાં જઈને પકડી લેવામાં આવ્યો છે. આરોપી પ્રવીણ રાઉત ઉપર હત્યા, હત્યાનો પ્રયાસ, ઘાડ, લૂંટ અને ખંડણી ઉઘરાવવા જેવા ગુનાઓમાં ફરિયાદ નોંધાયેલી હતી. સુરત પોલીસ કમિશનર દ્વારા આવા આરોપીઓને પકડવાની સૂચના મળતા સુરત ક્રાઇમ દ્વારા ‘ઓપરેશન ઘોસ્ટ’ શરૂ કરીને ફિલ્મી ઢબે આરોપી પ્રવીણ રાઉતની બિહાર રાજ્યમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે.



સુરતમાં છેલ્લા 6 વર્ષથી આરોપી અલગ અલગ ગુનામાં ભાગતો ફરતો હતો. જેને પકડવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓપરેશન ઘોસ્ટ લોન્ચ કરવામાં આવ્યું હતું. પોલીસને સર્વેલન્સ અને હ્યુમન ઈંટેલીજન્સના આધારે માહિતી મળી કે આરોપી પ્રવીણ રાઉત પોતાના વતનમાં બિહારના ગોરમા(ગોરવન) ગામમાં છુપાઈને બેઠો છે, અને ત્યાંથી જ અલગ અલગ લોકોના નામે સિમ કાર્ડ ખરીદીને સુરતમાં લોકો પાસેથી ખંડણી ઉઘરાવવા અને ધમકી આપવા જેવા કામ કરે છે.

પોલીસને માહિતી મળતા જ સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર દ્વારા અલગ અલગ ટીમ બનાવીને બિહાર મોકલવામાં આવી હતી. બિહારમાં સ્થાનિક પોલીસ સાથે સંકલન કરીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા અઠવાડીયા સુધી આરોપીની પ્રવૃત્તિઓ ઉપર વોચ રાખવામા આવી હતી. આરોપી મથભારે હોવાને કારણે પોલીસને શંકા હતી કે આરોપીને કોઈ રીતે માહિતી મળી જશે કે પોલીસ તેને પકડવા આવી રહી છે, જેના કારણે પોલીસે કોઈ ઉતાવળ કર્યા વગર અને કોઈ જાનહાનિ થયા વગર આરોપીને પકડવા એક અઠવાડિયું વોચ ગોઠવી હતી.



સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા કર્મચારીઓ આરોપીના ગામમાં વેષ બદલીને રોકાયા હતા અને આરોપી ઉપર વોચ રાખતા હતા, કોઈ પોલીસકર્મી શાક વેચવા વાળો બન્યો હતો તો કોઈ પોલીસકર્મી ફળ વેચવા વાળો. આમ પોલીસે સતત એક અઠવાડીયા જેટલું આરોપી ઉપર નજર રાખી અને બાદમાં આઠમા દિવસે જ્યારે આરોપી પોતાના ઘરેથી તાડી પીવા માટે નીકળ્યો તે સમયે પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular