નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ શરૂ કરવામાં આવી રહ્યો છે, જેમાં જે વાહન ચાલકોને ઈ-મેમો ભરવાનો બાકી હોય તેમણે આગામી 26 તારીખે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા એક લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં જઈને પોતાને ભરવાના બાકી હોય તેવા ઈ-મેમોની પતાવટ કરી શકશે. આ માટે પોલીસ દ્વારા 30000 જેટલા વાહન ચાલકો કે જેમને ઈ-મેમો ભરવાના બાકી છે તેમને મેસેજ કરીને જાણ પણ કરવામાં આવી છે.
અમદાવાદમાં ઘણા બધા લોકોને ઈ-મેમો ભરવાના બકી છે, જેના કારણે અમદાવાદ પોલીસ દ્વારા 30 હજાર જેટલા લોકોને મેસેજ દ્વારા ઈ-મેમો ભરી દેવાની જાણ કરવામાં આવી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસના ડેટા મુજબ અત્યાર સુધીમાં અમદાવાદમા 249 કરોડ કરતાં પણ વધારે રકમના ઈ-મેમો ભરવાના બાકી છે. જે લોકને ઈ-મેમો ભરવાનો બાકી છે તેમણે નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને અથવા ઓનલાઈન વેબસાઇટ પર જઈને આ રકમ ભરી શકે છે, અને જો તેવું ન કરવું હોય તો આગામી 26 જૂને અમદાવાદમાં પોલીસ દ્વારા એક લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં આવીને પોતાની રજૂઆત કરી શકે છે.
26 તારીખે જે લોક અદાલત યોજાશે તેમાં જેણે ઈ-મેમો ભર્યો ન હોય અથવા તો કોઈ મૂંઝવણ હોય તેવા વ્યક્તિઓ આવીને પોતાની રજૂઆત કરી શકશે. લોક અદાલતમા સામાન્ય નાગરિકો અને પોલીસ વચ્ચે જે મૂંઝવણ હોય તેનો ઝડપી નિકાલ લાવી શકાય તે રીતે કામ કરવામાં આવશે. અત્યાર સુધી અમદાવાદમા જનરેટ થયેલા ઈ-મેમો પૈકી 57 લાખ જેટલા ઈ-મેમો ભરવાના બાકી છે જેની રકમ 246 કરોડ કરતાં પણ વધારે થાય છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











