નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગુજરાતમાં હાઇવે ઉપર અકસ્માત થતાં હોય તેવી ઘટનાઓ અવાર નવાર સામે આવે છે, પણ આજે રાજકોટમાં એક અકસ્માત થયો તેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું પણ આ અકસ્માતમાં જે ગાડીનો અકસ્માત થયો તેમાંથી 60 પેટી અંગ્રેજી દારૂની બોટલ મળી આવતા પોલીસ અચંબિત થઈ ગઈ હતી, પોલીસે અકસ્માત અને પ્રોહેબિશનનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાથમિક જાણકારી મુજબ આટકોટ નજીક દડવા અને ખારચીયા ગામ વચ્ચે ગોંડલ તરફથી આવતી એક ટ્રક સાથે એક કારનો પૂર ઝડપે અકસ્માત થયો હતો, જેમાં કારણો કુચ્ચો બોલાઈ ગયો હતો. કારની હાલત એટલી ખરાબ હતી કે કાર ચાલકને ક્રેનની મદદથી બહાર કાઢવો પડ્યો હતો. ત્યાર બાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ થયું હતું. કાર ચાલક વીંછીયાના અમરાપૂરા ગામનો રહેવાસી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
આ અકસ્માતમાં કારમાં અંગ્રેજી દારૂની 60 જેટલી બોટલો મળી આવી હતી. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી ત્યારે કારમાંથી 60 દારૂની બોટલ મળી આવી હતી, પરંતુ પોલીસ આવે તે પહેલા સ્થાનિકો દ્વારા અકસ્માતમાં દારૂની પેટી બહાર આવતા લૂંટ ચલાવવામાં આવી હતી. પોલીસનેર કાર માંથી 60 બોટલ એટલે કે 1 લાખ અને 72 હજાર રૂપિયાની કિંમતનો દારૂ અકસ્માત થયેલી કારમાંથી મળી આવ્યો હતો. કાર ચાલક આ દારૂ ક્યાથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











