ગુજરાતમાં મહિનાઓથી નિમણૂક વિના બેઠેલા IPS અધિકારીઓના મુદ્દે અંતે વચગાળાનો રસ્તો કાઢવામાં આવ્યો છે. રાજ્ય સરકારે 6 અધિકારીઓને હંગામી રીતે એટેચમેન્ટ આધારિત પોસ્ટિંગ આપવાનો હુકમ કર્યો છે. જોકે હજી પણ એક DGP અને 5 DIG સહિત કેટલાક અધિકારીઓ નિમણૂકની પ્રતિક્ષામાં છે.
મહિનાઓથી પગાર વિના સ્થિતિ
રાજ્યમાં એક ડઝન જેટલા IPS અધિકારીઓ મહિનાઓથી કોઈ સત્તાવાર પોસ્ટિંગ વિના રહ્યા હતા. પોસ્ટિંગ ન હોવાથી પગાર સંબંધિત પ્રશ્નો પણ ઊભા થયા હતા. અધિકારીઓમાં અસંતોષ હોવા છતાં જાહેરમાં કોઈ નિવેદન આવ્યું નથી.
વર્ષ 2011ની બેચના 10 અધિકારીઓને 2024ના અંતિમ દિવસે બઢતી આપવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ તેમને સમયસર પોસ્ટિંગ આપવામાં આવી નહોતી. SP મયુર પાટીલ પણ લગભગ છ મહિનાથી નિમણૂકની રાહ જોઈ રહ્યા હતા. રાજ્યના સિનિયર અધિકારી DGP શમશેરસિંહ, જે જાન્યુઆરીમાં ડેપ્યુટેશન પરથી પરત ફર્યા હતા, તેઓ પણ હજી સુધી નવી નિમણૂક વિના છે.
કયા અધિકારીને ક્યાં નિમણૂક
આઈજીપી (વહીવટ) ગગનદીપ ગંભીરના હુકમથી નીચે મુજબ હંગામી નિમણૂક કરવામાં આવી છે:
DIG તરુણ દુગ્ગલ – CID ક્રાઈમ અને રેલવે
DIG ચૈતન્ય માંડલિક – પોલીસ સુધારણા
DIG આર.ટી. સુસારા – તકનિકી સેવા (એટેચ)
DIG સુઘા એસ. પાંડે – તાલીમ (હંગામી)
DIG સુજાતા મજમુદાર – તાલીમ (હંગામી)
SP મયુર પાટીલ – કાયદો અને વ્યવસ્થા તથા જનસંપર્ક કાર્યાલય
હજી પણ રાહ જોતા અધિકારીઓ
હિતેશ જોયસર, સરોજ કુમારી, આર.વી. ચુડાસમા, આર.પી. બારોટ અને જી.એ. પંડ્યા સહિતના અધિકારીઓ હજુ પણ નિમણૂકની પ્રતિક્ષામાં છે.
એટેચમાં ભલે હંગામી નિમણૂક પણ પગારની સમસ્યા યથાવત
હંગામી એટેચમેન્ટ આપવાથી ઓછામાં ઓછા 6 અધિકારીઓને હવે નિયમિત પગાર મળવાનો મામલો હજુ પણ યથાવત છે. જોકે હજી પણ કેટલાક અધિકારીઓ માટે નિમણૂક અને કામગીરી અંગે અનિશ્ચિતતા યથાવત છે.
રાજ્ય સરકાર દ્વારા IPS અધિકારીઓની બદલી-બઢતી અને સમયસર પોસ્ટિંગ અંગે લેવાતા નિર્ણયોને લઈને ફરી ચર્ચા તેજ થઈ છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








