નવજીવન. ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાની ત્રીજી અત્યંત ઝડપથી કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો 11 હજારને પાર કરી ગયો છે. આજે સવારે ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયાનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારે બાદ અત્યારે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી કોરોનાથી સંક્રમિત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. હર્ષ સંઘવીએ RT-PCR ટેસ્ટ કરાવ્યો હતો જે આજે પોઝિટિવ આવ્યો છે. જોકે તેમના પરિવારના અન્ય સભ્યોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ 8 જાન્યુઆરીએ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો જન્મદિવસ હતો. તે સમયે કેટલાક લોકો તેમને મળ્યા હશે તેમજ ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હોવાને કારણે ઘણા લોકો અને અધિકારીઓ તેમને મળતાં હોય છે. તેમણે આ તમામ લોકોને સાવચેતી રાખીને કોવિડ રિપોર્ટ કરવાની અપીલ કરી છે.
આજે ગુજરાતમાં કોરોનાના 11,176 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 3754, સુરતમાં 2936 અને 1047 કેસ વડોદરામાં નોંધાયા હતા. આજે ગુજરાતમાં 4285 દર્દીઓએ કોરોનાને માત આપી હતી તેમજ આજે ગુજરાતમાં 5 દર્દીઓએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. અહીંયા નોંધનીય વાત એ છે કે આજે નોંધાયેલા કેસ પૈકી એક પણ કેસ નવા વેરિએન્ટ ઓમિક્રોનથી સંક્રમિત ન હતા.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












