નવજીવન. પશ્ચિમ બંગાળ: બંગાળમાં ટ્રેન અકસ્માત બાદ કાટમાળમાં ફસાયેલા અનેક મુસાફરોના દુઃખદ દ્રશ્યો સામે આવ્યા છે. ગુવાહાટી-બિકાનેર એક્સપ્રેસ ટ્રેન આજે પશ્ચિમ બંગાળના જલપાઇગુડી જિલ્લાના મયનાગુરી શહેર નજીક પાટા પરથી ઉતરી ગઈ હતી. રેલવેના સૂત્રોએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, જાનહાનિની આશંકા છે.
અકસ્માત સ્થળના દ્રશ્યો બતાવે છે કે લોકોને એલિવેટેડ ટ્રેન ટ્રેકની બાજુમાં આવેલા અનેક ક્ષતિગ્રસ્ત ટ્રેન કોચના કાટમાળમાંથી બચાવી લેવામાં આવ્યા છે. પોલીસ સ્થળ પર જોઈ શકાય છે, જેમાં સ્થાનિકો અને અન્ય મુસાફરો રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરી રહ્યા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે રાહત ટ્રેનને ઘટના સ્થળે મોકલવામાં આવી છે. પ્રારંભિક માહિતી મુજબ ટ્રેનના પાંચથી છ કોચ પાટા પરથી ઉતરીગયા હતા અને ટ્રેક નજીક પલટી ખાઈ ગયા હતા. આ ઘટનામાં ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. તદુપરાંત, કેટલાક લોકોને ઇજાઓ પણ નોંધાઈ છે. દરમિયાન એક મુસાફરે જણાવ્યું હતું કે ટ્રેનમાં અચાનક આંચકો લાગ્યો હતો જે પછી કોચ પલટી ખાઈ ગયા હતા. મુસાફરને અનેક લોકોના મોતની આશંકા પણ હતી.
ભારતીય રેલવેએ પણ આ ઘટના અંગે નિવેદન જારી કર્યું હતું. આ ઘટના સાંજે પાંચ વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. આ ઘટનામાં ટ્રેનના લગભગ 12 કોચને અસર થઈ હતી. ડીઆરએમ અને એડીઆરએમ અકસ્માત રાહત ટ્રેન અને મેડિકલ વાનની સાથે સ્થળ પર જવા રવાના થયા છે.
જલપાઇગુડીથી રાહત ટ્રેનની સાથે એમ્બ્યુલન્સ પણ મોકલવામાં આવી છે. પોલીસ અને સ્થાનિકો હાલમાં બચાવ કામગીરીમાં રોકાયેલા છે. ટ્રેન અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને મૈનાગુડી હોસ્પિટલ અને જલપાઇગુડી જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












