Monday, April 27, 2026
HomeGeneralડેડીયાપાડા પોલીસ સ્ટેશમાં આરોપીએ ખાંસી આવતા બાથરૂમમાં પડેલું એસિડ પી લેતા પોલીસનું...

ડેડીયાપાડા પોલીસ સ્ટેશમાં આરોપીએ ખાંસી આવતા બાથરૂમમાં પડેલું એસિડ પી લેતા પોલીસનું ટેન્સન વધારી દીધું

- Advertisement -

વિશાલ મિસ્ત્રી (નવજીવન.રાજપીપળા): ગાંધીનગર સ્ટેટ વિજિલન્સ સેલે નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાંથી જુગાર ધામ ઝડપી પાડ્યું હતું. સ્ટેટ વિજિલન્સ સેલે જુગાર રમતા 14 લોકોને ઝડપી પાડ્યા હતા. અત્રે એ ઉલ્લેખનીય છે કે વિજિલન્સ સેલે રેડ પાડતા ડેડીયાપાડા પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી. તો બીજી બાજુ એ 14 આરોપીઓ પૈકી એક આરોપીએ ડેડીયાપાડા પોલીસ મથકના બાથરૂમમાં એસિડ પીધું હોવાની ઘટના સામે આવી છે.



સ્ટેટ વિજિલન્સ સેલે ડેડીયાપાડા એસટી ડેપો નજીકથી જુગાર રમતા 14 લોકોને રંગે હાથે ઝડપી પાડ્યા હતા, દરમિયાન પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એ આરોપી પૈકી 66 વર્ષીય નરેશ પંચોલી હાથ ધોવા પોલીસ મથકના બાથરૂમમાં ગયો હતો. બાથરૂમમાં ડીમ લાઈટ હતી તો બીજી બાજુ ઉંમરને હિસાબે નરેશ પંચોલીને ઓછું દેખાતું હતું. દરમિયાન એમને ખાંસી આવતા બાથરૂમમાં પડેલી એસિડની બોટલને પાણીની બોટલ સમજી ભૂલથી એસિડના બે ઘુંટ પી લીધા હતા.એ ઘટના બાદ નરેશ પંચોલીને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડાયો હતો. એસિડના બે ઘૂંટ પીધા બાદ નરેશ પંચોલીને મોઢામાં ફોલ્લા પડી ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે.

હવે નરેશ પંચોલીએ એસિડ ભૂલથી પીધું કે કોઈ અન્ય કારણોસર પીધું એ ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે ડેડીયાપાડા પોલિસ સ્ટેશન વિસ્તારમાં બીજી વખત સ્ટેટ વિજિલન્સ ટીમે રેડ પાડી અને આરોપીએ એસિડ કેમ પીધું એ બન્નેવ મામલે યોગ્ય તપાસ થાય એ જરૂરી બન્યું છે. ઉલ્લેખનીય છે કે આ બનાવે ડીયાપાડાના પોલીસ કર્મીઓની ચિંતા વધારી દીધી છે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular