નવજીવન ન્યૂઝ. અમદાવાદ: પુખ્તવયના લોકોમાં લગ્ન લાલચ આપી દુષ્કર્મ મામલાના કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અમદાવાદનાં એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના (Supreme Court) અલગ અલગ ચુકાદાને ટાંકીને ચુકાદો આપતા જણાવ્યું હતું કે, જો યુવક અને યુવતી પુખ્તવયના હોય અને સહમતિથી શારીરિક સંબંધો (consensual sex) બાંધ્યા હોય તો બાદમાં તેને દુષ્કર્મ ન કહી શકાય. લગ્નની લાલચ આપીને બંધવામાં આવેલા શારીરિક સંબંધો પર અમદાવાદની (Ahmedabad) એક મહિલા કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો હતો. એક દિવસ અગાઉ ઓડીસા હાઈકોર્ટે પણ આવો જ એક ચુકાદો આપ્યો હતો.
કોર્ટે અવલોકન કરતાં જણાવ્યું હતું કે, “જો પુખ્તવયના યુવક અને યુવતી લગ્ન કે અન્ય કોઈ અન્ય લાલચ આપીને પોતાની ઇચ્છાથી શારીરિક સંબંધો બાંધે છે, તો પાછળથી મહિલા કલામ 376 મુજબ બળાત્કારની ફરિયાદ ન કરી શકે.” સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ટાંકીને અમદાવાદની મહિલા દ્વારા કરવામાં આવેલા કેસનો ચુકાદો સંભળાવ્યો હતો. મહિલાએ આરોપ લગાવ્યા હતા કે, યુવકે લગ્નની લાલચ આપીને તેની સાથે બળાત્કાર કર્યો હતો.
અમદાવાદની આ મહિલાનો કેસ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પહોંચ્યો હતો. જેમાં હાઈકોર્ટે સુનાવણી કરતા કહ્યું છે કે, પુખ્યવયના બે લોકો સહમતિથી સબંધ બાંધી શકે છે. સહમતિથી બાંધેલા સબંધોને દુષ્કર્મ માની શકાય નહીં, એટલે મહિલા પોતાની ઈચ્છા સાથે શારિરીક સબંધો બાંધ્યા હોય તો એ દુ્ષ્કર્મ ગણી શકાય નહીં. એટલે કલમ 376 હેટળ ફરિયાદ ન નોંધી શકાય.
કેટલાક કિસ્સાઓમાં મહિલા લગ્ન લાલચમાં આવી પુરુષો સાથે સબંધો બાંધતી હોય છે. ત્યાર બાદ પુરુષો દ્વારા પાછળથી વિશ્વાસઘાત કરવામાં આવે તો તેમના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવતી હોય છે. જેના પગલે થોડા સમય પહેલા બનેલી અમદાવાદની ઘટના મામલે હાઈકોર્ટે આજે ચુકાદો આપ્યો હતો. મહિલા દ્વારા ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યા હતા કે, પરુષે તેને લગ્ન કરવાની લાલચ આપી હતી, ત્યાર બાદ લગ્ન કર્યા ન હતા. જે મામલે તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








