Sunday, July 13, 2025
HomeGujaratAhmedabadઅમદાવાદમાં SVP હોસ્પિટલના 12માં માળેથી કુદી યુવતીએ લગાવી મોતની છલાંગ

અમદાવાદમાં SVP હોસ્પિટલના 12માં માળેથી કુદી યુવતીએ લગાવી મોતની છલાંગ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad News: રાજ્યમાં સતત આત્મહત્યાના વધતા પ્રયાસ વચ્ચે એક આત્મહત્યાનો બનાવ અમદાવાદમાં સામે આવ્યો છે. જેમાં શહેરની SVP હોસ્પિટલમાંથી (SVP Hospital)એક મહિલાએ 12માં માળેથી મોતની છલાંગ લગાવતા તેણીનું મોત નિપજ્યું છે. યુવતીએ 12માં માળેથી છલાંગ લગાવતા હોસ્પિટલના પાંચમાં માળે પટકાઈ હતી. હોસ્પિટલમાં સારવાર કરાવવા આવેલી યુવતીએ મોતની છલાંગ લગાવીને જીવન ટૂંકાવી દેતા હોસ્પિટલ તંત્ર દોડતુ થયું હતું. સમગ્ર બાબતની જાણ પોલીસને કરવામાં આવતા એલિસબ્રિજ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના સરખેજ વિસ્તારના ફતેવાડીમાં રહેતી અલીના શેખ નામની યુવતી છેલ્લા કેટલાક વર્ષથી મલ્ટી ઓર્ગનની તકલીફથી પીડાતી હતી. યુવતીની બંને કિડની ખરાબ થઈ ગઈ હોય અલીના ડાયાલીસીસ કરાવવા માટે શહેરની એસ.વી.પી. હોસ્પિટલ ખાતે આવતી હતી. આજરોજ જ્યારે અલીના ડાયાલીસીસ માટે આવી ત્યારે તેની એક બહેન પણ તેની સાથે હતી. અલીના હોસ્પિટલમાં 12માં માળે ડાયાલીસીસ કરાવવા માટે ગઈ હતી. તે દરમિયાન તેની બહેનને બોટલમાં પાણી ભરવા માટે મોકલી હતી. અલીના માટે બહેન પાણી લેવા જતાં મોકો જોઈ અલીનાએ હોસ્પિટલના 12માં માળેથી મોતની છલાંગ લગાવી હતી.

- Advertisement -

અલીનાએ 12માં માળેથી છલાંગ લગાવતા તે હોસ્પિટલના 5માં માળે પટકાઈ હતી. ઈજાગ્રસ્ત અલીનાને હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ એલીનાને મૃત જાહેર કરી હતી. અલીના મલ્ટી ઓર્ગનની તકલીફ હોવાના કારણે દર અઠવાડિયે ડાયાલીસીસ કરાવવા માટે એસ.વી.પી. હોસ્પિટલમાં આવતી હતી. અલીનાએ લાંબા સમયથી બિમારીથી પીડાતા હોવાના કારણે મોતની છલાંગ લગાવી હોવાનું અનુમાન હાલ લગાવવામાં આવી રહ્યું છે. જોકે અલીનાએ મોતની છલાંગ કેમ લગાવી તેનું મુખ્ય કારણ તો પોલીસ તપાસ બાદ જ બહાર આવી શકે છે.

યુવતીએ થોડા સમય પહેલા કરાવ્યો હતો ગર્ભપાત

સુત્રોના જણાવ્યા મુજબ, 25 વર્ષીય અલીના પરણીત હતી અને થોડા મહિના પહેલા તે ગર્ભવતી પણ થઈ હતી. અલીના ગર્ભવતી થતા તેણે ડોક્ટરની સલાહ લીધી હતી. તે સમયે અલીનાને ઓર્ગન બીમારી હોવાની સામે આવ્યું હતું. જેથી ડોક્ટરે આવનારૂં બાળક ખોડખાપણવાળું આવવાની સંભાવના વ્યક્ત કરી હતી. જેથી અલીનાએ ગર્ભપાત કરાવી દીધો હતો.. ત્યારબાદ અલીનાને કિડનીની તકલીફ સામે આવતાં તે છેલ્લા છ મહિનાથી એસ.વી.પી. હોસ્પિટલમાં ડાયાલીસીસ કરાવવા માટે આવતી હતી.

સાવધાન! ઓર્ગેનિકના નામે ચાલતી ઘાલમેલનો ખેડૂત પુત્રએ કર્યો પર્દાફાશ, રિપોર્ટે ખોલી ‘સીધા કિસાન સે’ની પોલ?

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular