Saturday, April 18, 2026
HomeGujaratAhmedabad'ટ્રાફિક મામલે કાર્યવાહી નહીં કરો તો કન્ટેમ્પ્ટ ચાર્જ ફ્રેમ કરીશું'- ગુજરાત સરકારન...

‘ટ્રાફિક મામલે કાર્યવાહી નહીં કરો તો કન્ટેમ્પ્ટ ચાર્જ ફ્રેમ કરીશું’- ગુજરાત સરકારન પર HC લાલઘુમ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે આજે આમદવાદની ટાફિક સમસ્યાને લઈને એક પિટિશન પર સુનાવણી કરતા આકરા વલણ સાથે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, અમદાવાદમાં જે ટ્રાફિકની સમસ્યા છે તે નિવારવામાં સરકાર નિષ્ફળ રહી છે. જો સરકારની ઈચ્છાશક્તિ હોય તો આ સમસ્યાનું નિરાકરણ લાવી શકાયું હોત. વર્ષોથી ટકોર કરી-કરીને કોર્ટ હવે પરેશાન થઈ ગઇ છે, તેમ છતાં સરકાર કોઈ પગલાં લેતી નથી. કોર્ટનું આકરું વલણ જોતા સરાકરે લૂલો બચાવ કરતાં કહ્યું હતું કે, અમે સરકારી પાર્કિંગ બનાવ્યા છે પણ લોકો ઉપયોગ નથી કરતા. તેના જવાબમાં કોર્ટે કહ્યું કે, તમે કડક કાયદો નથી બનાવ્યો એટલે લોકો પાલન નથી કરતા.

રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળે આજે હાઇકોર્ટમાં એક રિપોર્ટ રજૂ કર્યો હતો. આ 60 પેજના રિપોર્ટમાં અનેક ખુલાસા કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામા આવ્યું છે કે, મોટાભાગે ગેરકાયદેસર રસ્તા પર પાર્ક કરવામાં આવતા વાહનોના કારણે ટ્રાફિક જામ થાય છે. ઉપરાંત રોંગ સાઈડમાં આવતા વાહનોના કારણે પણ ટ્રાફિક જામ થાય છે. આ રિપોર્ટમાં અલગ-અલગ જગ્યાના અલગ-અલગ સમયે લેવામાં આવેલા ફોટોગ્રાફ્સ પણ રજૂ કરવામાં આવ્યા હતા.

- Advertisement -

રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના આ રિપોર્ટમાં કહેવામા આવ્યું છે કે, મકરબાથી કે. ડી. હોસ્પિટલ સુધી સૌથી વધુ ગેરકાયદેસર પાર્કિંગ છે, આકાશ ટાવરથી જજીસ બંગલો રોડ પર રોંગ સાઇડ ડ્રાઇવિંગના ફોટોગ્રાફ્સ પણ રજૂ કરવામાં આવ્યા છે, અંકુર ચાર રસ્તાની આસપાસના તમામ શોપિંગ સેન્ટરમાં ખાણીપીણી બજારથી પાર્કિંગની સમસ્યા છે, કેશવબાગથી પકવાન ચાર રસ્તાની ફૂટપાથ પર પાર્કિગથી ટ્રાફિક થાય છે, નારણપુરા ચાર રસ્તાથી હાઇકોર્ટ જતા માર્ગ પર સૌથી વધુ રખડતા ઢોર રોડની વચ્ચે જોવા મળ્યા હતા. જ્યારે સી.જી રોડ પર દબાણો વધવાથી રોડ સાંકડા થયા, નો પાર્કિંગ ઝોનમાં જ કાર પાર્ક કરાયેલી જોવા મળી હતી અને થલતેજ મેટ્રો સ્ટેશન નીચે રિક્ષાચાલકોએ જાતે રિક્ષા પાર્કિંગ બનાવીને અડીંગો જમાવ્યો છે તેવું પણ જણાવ્યું છે. આ ઉપરાંત પાનના ગલ્લાની બહાર સૌથી વધુ ગેરકાયદે પાર્કિંગ અને ટ્રાફિક જામના ફોટોગ્રાફસ રિપોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.

આ મામલે હાઈકોર્ટે કોર્ટે સરકારની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, પોલીસની સામે જ નબીરાઓ કાયદાનો ભંગ કરે છે, જો સરકારની ઈચ્છા હોય તો આ બધુ રોકી શકાય. કોર્ટે સરકારને 9 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે. જો ત્યાં સુધી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોર્ટ કન્ટેમ્પ્ટ ચાર્જફ્રેમ કરશે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular