નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ તાજેતરમાં અમદાવાદના (Ahmedabad) મણીનગર વિસ્તારમાં અકસ્માત (Maninagar Accident) સર્જાયો હતો. જેમાં કારમાં નબીરાઓ દારૂની પાર્ટી કરીને કાર ચલાવતા હતા, તે દરમિયાન ગાડી પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર પલટી જતા સાઈડમાં રહેલા બાકડા પર જઈ અથડાઈ હતી. સદનસીબે આ બાકડા પર અકસ્માત સમયે કોઈ બેઠું ન હોય કોઈ જાનહાની થઈ ન હતી. આ ઘટનાના સમાચાર મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપીને પકડી તેના વિરૂધ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવ (Drink and Drive) નો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. પરંતુ આ ઘટનામાં પોલીસે આરોપીની સ્થળ પર જ લાઠી વડે ધોલાઈ કરતા તેના દૃષ્યો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ (Viral) થતા ચારે તરફ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
શું હતો સમગ્ર મામલો
અમદાવાદના મણિનગર વિસ્તારમાં રવિવારની રાત્રે 12 વાગ્યાની આસપાસ જવારચોક ચાર રસ્તા નજીક એક મારૂતી સુઝુકી કંપનીની GJ 27 AP 4361 નંબરની કારે અકસ્માત સર્જયો હતો. કાર ચાલકે સ્ટિંયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી ખાઈને રોડની સાઈડમાં આવેલા બાકડા પર જઈને અથડાઈ હતી. આ દરમિયાન બાકડે બેઠેલા લોકો તરત ખસી જતાં મોટી જાનહાટી ટળી હતી. આ અકસ્માત બાદ કારમાંથી એક બાદ એક નબીરાઓ બહાર નીકળ્યા હતા. જોકે અકસ્માત બાદ ટોળું એકત્રીત થઈ જતાં અકસ્માત અંગેની જાણ પોલીસને કરવામાં આવી હતી. સમગ્ર અકસ્માત અંગે પોલીસે જે ટ્રાફિક પોલીસએ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધીને ઈસનપુર વિસ્તારનો રહેવાસી કેદાર દવેની ધરપકડ કરી છે. સાથે જ કારમાં સવાર લોકોએ દારૂ પીધું હોવાના કારણે પ્રીત સોની, ઋત્વિક માંડલિયા, સ્વરાજ જાદવ સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
અકસ્માક કરનાર નબીરાઓએ દારૂની બોટલ ક્યાંથી લાવ્યા હતા. તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં સામે આવ્યું હતું કે આ નબીરાઓએ દારૂની પરમિટધારક જયશીલ રાઠોડ નામના વ્યક્તિ પાસેથી દારૂની બોટલ લીધી હતી. ઉપરાંત દારૂ ખરીદવા માટે પૈસા પેટીએમ મારફતે પ્રિત સોનીએ ચૂકવ્યા હતા. જેથી પોલીસે જયશીલ રાઠાડ સામે પણ કાર્યવાહી કરી હતી.
ત્યારે આજે કાર ચાલક કેદાર દવે અને દારૂની બોટલ આપનાર જયશીલ રાઠોડને ઘટના સ્થળ પર લાવવામાં આવ્યા હતા. જ્યાં પોલીસ દ્વારા બંને આરોપીઓને જાહેરમાં માર મારવામાં આવ્યા હતા. એક પોલીસકર્મીએ કેદારની પકડી રાખ્યો હતો જ્યારે અને પોલીસકર્મીએ દંડા ફટાર્યા હતા, આ જ રિતે જયશીલને પણ એક પોલીસકર્મીએ પકડી રાખ્યો હતો, જ્યારે અન્ય પોલીસકર્મી દ્વારા દંડા ફટકારવામાં આવ્યા હતા. હાલ પોલીસ દ્વારા માર મારવામાં આવતો હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








