Monday, February 17, 2025
HomeGujaratAhmedabadખંભાળિયા કસ્ટોડિયલ ડેથ કેસ: સંજીવ ભટ્ટને આજીવન કેદના સેશન્સ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટની...

ખંભાળિયા કસ્ટોડિયલ ડેથ કેસ: સંજીવ ભટ્ટને આજીવન કેદના સેશન્સ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટની બહાલી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: 1990 Custodial Death Case: આજથી તેત્રીસ વર્ષ અગાઉ જામનગરના જામજોધપુરમાં એકતા યાત્રા વખતે બંધનું એલાન અપાયું હતું. બંધના એલાન દરમિયાન કોમી તોફાનો થઈ શકે તેવી દહેશત વચ્ચે તત્કાલિન એસ.પી. સંજીવ ભટ્ટ અને બીજા કેટલાક પોલીસ અધિકારીઓએ કેટલાક લોકોને બેરહેમીપૂર્વક માર માર્યો હતો. જેમાં એક વેપારીનું મૃત્યુ થયું હતું. વેપારીના મૃત્યુ મામલે તત્કાલિન એસપી સંજીવ ભટ્ટ અને અન્ય પોલીસકર્મી સામે હત્યાની કલમ મુજબનો ગુનો નોંધાયો હતો. તત્કાલિન એસ.પી. સંજીવ ભટ્ટ અને તેમના સાથી પોલીસકર્મીને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફરમાવી હતી. સેશન્સ કોર્ટે આપેલા ચુકાદાને સંજીવ ભટ્ટે (Sanjiv Bhatt) હાઈકોર્ટમાં (Gujarat High Court) પડકાર્યો હતો. ત્યારે હાઈકોર્ટે પણ સેશન્સ કોર્ટના ચુકાદાને બહાલી આપી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વર્ષ 1990 માં જામનગરના જામજોધપુરમાં લાલકૃષ્ણ અડવાણીની એકતા યાત્રા વખતે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ભારત બંધના એલાન વખતે જામનગરમાં કોમી તોફાનો ફાટી નીકળે તેવી શક્યતાઓ સેવાઈ રહી હતી. ત્યારે ભારત બંધના એલાન સમયે જામનગરના તત્કાલિન એસ.પી. સંજીવ ભટ્ટ અને તેમના સાથી પોળી કર્મીઓએ 133 લોકોની ટાડા (TADA ACT) હેઠળ ધરપકડ કરી હતી. તેમજ ધરપકડ કરેલા 133 લોકોને બેરહેમીપૂર્વક માર પણ માર્યો હતો.

- Advertisement -

પોલીસે મારેલા મારના કારણે એક વ્યક્તિ પ્રભુભાઈ માધવદાસનું મોત થયું હતું. પ્રભુભાઈ વેપારી હતા અને પોલીસના ટોર્ચર અને માર મારવાના કારણે 18-11-1990ના રોજ મૃત્યુ પામ્યા હતા. કસ્ટોડિયલ મોત મામલે મૃતકના ભાઈએ તત્કાલિન એસ.પી. સંજીવ ભટ્ટ અને બીજા પોલીસકર્મી સામે હત્યા મુજબની ફરિયાદ નોંધાવી હતી. જો કે આ કેસનો ચુકાદો 29 વર્ષે ખંભાળિયા સેશન્સ કોર્ટે આપ્યો હતો અને સંજીવ ભટ્ટ તથા પોલીસ કોન્સટેબલ પ્રવીણ ઝાલાને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો.

સેશન્સ કોર્ટે હત્યા મુજબના ગુનામાં આપેલા ચુકાદાને સંજીવ ભટ્ટે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જેને લઈ હાઈકોર્ટે હાથ ધરેલી સુનાવણીમાં સેશન્સ કોર્ટે ફરમાવેલી સજાને કયાં રાખવાનો હુકમ કર્યો હતો. હવે સંજીવ ભટ્ટ પાસે સુપ્રીમ કોર્ટનો વિકલ્પ બચ્યો છે. જોવાનું રહ્યું કે કસ્ટોડિયલ ડેથ કેસમાં સંજીવ ભટ્ટને સુપ્રીમ તરફથી રાહત મળે છે કે કેમ?

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular