નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: Gandhinagar News: રાજ્યમાં કોરોના વાયરસે (Corona Virus) ફરી માથું ઉંચકતા રાજ્ય સરકાર પણ ચિંતિત બની છે. જેના પગલે ગુજરાત આરોગ્ય વિભાગે (Gujarat Heath Department) 6 દેશના મુસાફરો માટે RT-PCR કોવિડ ટેસ્ટ (Covid Test) ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે. જે માટે રાજ્ય સરકારે માર્ગદર્શિકા પણ બહાર પાડી છે. જેમાં અમદાવાદ અને સુરત એરપોર્ટ ઓથોરીટીને (Ahmedabad and Surat Airport) આરોગ્ય વિભાગે પત્ર લખી કોરોના ગાઈડલાઈનનું (Corona Guidelines) પાલન કરાવવા અગે નિર્દેશ જાહેર કર્યા છે.
ગુજરાતમાં કોરોના કેસમાં ફરી ઉછાળો નોંધાતા રાજ્ય સરકાર એકશન મોડમાં જોવા મળી રહી છે. રાજ્યના આરોગ્ય વિભાગે ગાઈડલાઈન બહાર પાડી ચીન, હોંગકોંગ, જાપાન, થાઇલેન્ડ, કોરિયા, સિગાપોરના નાગરિકોને ગુજરાતમાં પ્રવેશ મેળવવા માટે હવે ફરજીયાત RT-PCR ટેસ્ટ કરાવાનું જાહેર કર્યું છે. જો ટેસ્ટ નેગેટિવ આવશે તો જ પ્રવેશ મળશે અને મુસાફરોને આ રિપોર્ટ એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે અમદાવાદ અને સુરતના એરપોર્ટ ડાયરેકટરનો પત્ર લખી સૂચનો કર્યા છે.
ગાંધીનગર મળી હતી સમીક્ષા બેઠક
ગતરોજ ગુરૂવારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિત અંગે ઉચ્ચતરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ પર ભાર આપવાના સૂચનો કરવામાં આવ્યા હતા અને કોરોનાના શંકસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓની ઓળખ કરી ઝડપી સારવાર કરવા આદેશ કર્યા છે. આગમી દિવસોમાં રાજ્યની તમામ હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજવા પણ સૂચનો કરવામાં આવ્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796