નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાતમાં DGP વિકાસ સહાયની નિમણૂક થયા બાદ પહેલી વખત IPS અધિકારીની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ સાબરમતી જેલમાં SP તરીકે ફરજ બજાવતા IPS તેજસ પટેલની બદલી કરવામાં આવી છે અને તેમને ભચાઉ SRPF ગ્રૂપ 16ના કમાન્ડન્ટ તરીકે મૂકવામાં આવ્યા છે. જ્યારે તેમની જગ્યાએ 2010ની બેચના IPS અધિકારી શ્વેતા શ્રીમાળીને મૂકવામાં આવ્યા છે. આ અગાઉ IPS શ્વેતા શ્રીમાળી પશ્ચિમ રેલવેમાં SP તરીકે ફરજ બજાવતા હતા.
આ ઉપરાંત 2012ની બેચના ગુજરાત કેડરમાં ફરજ બજાવતા કચ્છ-ભુજના SP સૌરભ સિંઘની કેન્દ્રિય કક્ષાએ બદલી કરવામાં આવી છે. તેમને ચાર વર્ષ માટે ભારતના સિનિયર એક્યઝિક્યુટિવ કેડરના ડેપ્યુટી સેક્રટરી તરીકે જવાબદારી સોંપાઈ છે. આજે ગુજરાતના ત્રણ IPS અધિકારીઓ બદલીઓના ઓર્ડર ગુજરાત ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








