નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) નરોડા વિસ્તારમાંથી એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પરિણીતાએ પોતાના પતિ વિરૂધ્ધ દેહવ્યાપારનો (prostitution) ધંધો કરવાની ફરજ પડાવતા હોવાની ફરિયાદ નોંધાવી છે. પીડિત મહિલાએ ફરિયાદમાં આક્ષેપ કરતા કહ્યું છે કે, પતિને ક્રિક્રેટ સટ્ટો રમાવાની કુટેવ હતી. સટ્ટામાં દેણું થઈ જતા પતિએ પીડિતાને દેહવ્યાપાર કરવા માટે મજબૂર કરી હતી. આ કામ કરવાની ના પાડતા પીડિત મહિલાના ફોટા મોર્ફ (Morph photos) કરી દેહવ્યાપારની સાઈટ મૂકી દિધા હતા. જે મામલે મહિલાએ નરોડા પોલીસ સ્ટેશન (Naroda Police Station) ખાતે આરોપી પતિ વિરુદ્ઘ ફરિયાદ નોંધાવી છે. નરોડા પોલીસે આ મામલે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપી પતિની ધરપકડ કરી કાર્યવાહી હાથધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જયકુમારી (નામ બદલેલ છે.) વર્ષ 2021માં નરોડામાં રહેતા યુવકના સંપર્કમાં આવી હતી. બાદમાં બંને વચ્ચે ગાઢ મિત્રતા થઈ હતી અને પ્રેમસબંધ બંધાયો હતો. જેથી થોડા સમય બાદ બંનેએ પ્રેમલગ્ન કરી લીધા હતા. બાદમાં ફરિયાદી મહિલા નરોડામાં પોતાના પતિ સાથે રહેવા લાગી હતી. પરંતુ આરોપી પતિને ક્રિકેટનો સટ્ટો રમવાની કૂટેવ હતી. જે કારણોસર ક્રિકેટમાં સટ્ટો રમવા દરમિયાન મહિલાના પતિને રૂપિયા 8 થી 10 લાખનું દેવું થઈ ગયું હતુ. જે કરજ ઉતારવા પતિએ પત્નીને દહેવ્યાપારનો ધંધો કરવા માટે દબાણ કર્યું હતું. જોકે પત્નીએ આ બાબતનો વિરોધ કરતા દેહવ્યાપાર કરવાની ના પાડી હતી.
બાદમાં મહિલાના પતિએ પીડિત મહિલા એટલે કે પોતાની પત્નીના ફોટા મોર્ફ કરી દેહવ્યાપારની વેબસાઈટ પર વાયરલ કરવાની ધમકી આપી હતી. આરોપી પતિએ પૈસા માટે મહિલા પાસેથી રોકડ રકમ તેમજ દાગીના પણ પડાવી લીધા હતા. જે કારણોસર પીડિત મહિલાએ નરોડા પોલીસ સ્ટેશન ખાતે આરોપી પતિ વિરૂદ્ધ દેહવ્યાપાર કરાવના દબાણ કરતા હોવાની ફરિયાદ નોંધાવી હતી. જે મામલે નરોડા પોલીસે આરોપી પતિ વિરુદ્ધ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં તેને ઝડપી પાડી કાર્યવાહી કરી છે.
આ અંગે નરોડા પોલીસ સ્ટેશન પી.આઈ. એસ. જી. ભાટિયાએ જણાવ્યું હતુ કે ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેનો પતિ અને તેના મિત્રોએ મહિલાને દહેવ્યાપારનો નહીં કરે તો તેના ફોટા મોર્ફે કરી સોશિયલ મિડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી. જેમાં ફરિયાદી મહિલાએ દહેવ્યાપર કરવાનો ના પાડતા તેના પતિએ મિત્રો સાથે મળી ફરિયાદીના ફોટા મોર્ફે દેહવ્યાપારની સાઈટ પર વાયરલ કરી દીધા હતા. હાલ પોલીસે આરોપીની ધરપકડ વધુ પૂછપરછ કરી રહી છે.
TAG: Ahmedabad Crime News Today Gujarati
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796