Friday, September 22, 2023
HomeGujaratભેંસ કાઢવા ગયેલા પશુપાલક તળાવ ડૂબી જવાથી મોત જાણો કયાનો છે બનાવ

ભેંસ કાઢવા ગયેલા પશુપાલક તળાવ ડૂબી જવાથી મોત જાણો કયાનો છે બનાવ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. બનાસકાંઠા: બનાસકાંઠા (banaskantha) જિલ્લાના અમીરગઢમાં એક પશુપાલક તળાવમાંથી ઢોર કાઢવા જતાં ડૂબી ગયો હતો. જેના કારણે પશુપાલકનું મૃત્યુ થયું છે. અમીરગઢના ભમરિયા ગામમાં પશુપાલક પોતાના ઢોરને નાહવા માટે તળાવ લઈ ગયા હતા, તે દરમિયાન તળાવના પથ્થર પર ઉભેલા પશુપાલકનો પગ લપસ્યો હતો અને પશુપાલક તળાવમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં અમીરગઢના (Amirgadh) મામલતદાર સહિત પોલીસની ટિમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો હતો અને મૃતકના પરિવારને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, બાનસકાંઠાના અમીરગઢ તાલુકા ખાતે આવેલા ભમરિયા ગામ ખાતે સવારે 10 વાગ્યાના સુમારે પશુપાલક ભેંસો ચરાવવા ગયો હતો. જ્યાં ભેંસો તળાવ નાહવા પડી હતી. ત્યારે બપોરે 1 વાગ્યાના સમયે પશુપાલક ભેંસને બહાર કાઢવા ગયો હતો. તે દરમિયાન તળાવના પાસે આવેલા પથ્થર પરથી અચાનક પશુપાલકનો પગ લપસતા પશુપાલક ઉંડા તળાવમાં ગરકાવ થયો હતો. બચાવો બચાવોની બૂમો પડી હતી, જોકે બપોરનો સમય હોવાથી આસપાસ કોઈ ન હોવાથી પશુપાલકનો ડૂબી જતા મોત નિપજ્યું હતું. તળાવમાંથી મૃતદેહ મળી આવતા ગ્રામજનો ઉમટી પડ્યા હતા.

- Advertisement -

આ ઘટનાની જાણ અમીરગઢ મામલતદારને થતા પાલનપુર ડિઝાસ્ટર મેન્જમેન્ટની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. ડિઝાસ્ટર મેનજમેન્ટની ટીમે વ્યકિતનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢી પોસ્માર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલ મોકલ્યો હતા. પશુપાલકના અકાળે મૃત્યના સમાચાર મળતા પરિવારજનો સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પરિવારના માથે આભ તૂટી પડ્યુ હતું.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular