પ્રશાંત દયાળ નવજીવન : ગાંધીજી સ્થાપિત ગાંધી આશ્રમના નવીનીકરણ મામલે તુષાર ગાંધી દ્વારા કરવામાં આવેલી જાહેરહિતની અરજીના જવાબમાં ગુજરાત સરકારે કહ્યુ કે સરકાર ગાંધી આશ્રમ આવેલો છે તે એક એકર જમીનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાની નથી, પરંતુ તેની આસપાસની પપ એકર જમીનમાં નવીનીકરણ કરવાનો પ્રોજેકટ છે. સરકારના આ જવાબ પણ ગુજરાત હાઈકોર્ટે અરજીનો નિકાલ કરતા નોંધ્યુ કે જો ,સરકાર આશ્રમમાં કોઈ ફેરફાર કરી રહી નથી તો હાઈકોર્ટે આ પ્રોજેકટમાં હસ્તક્ષેપ કરવાનો નથી, પણ જો આસપાસની પપ એકરમાં જે ફેરફાર થઈ રહ્યો છે તેમાં કોઈના વ્યકિતગત હક્કોનો સવાલ છે તો તેમણે સંબંધી ફોરમ સામે તેની રજુઆત કરવી જોઈએ. ગાંધી આશ્રમ નવીનીકરણ સામે એક વર્ગને વાંધો છે અને આશ્રમ સરકારી થઈ જશે તેવી તેમને ભીતી છે જેના સંદર્ભમાં થોડા દિવસ પહેલા મહારાષ્ટ્રાથી એક યાત્રા નિકળી આશ્રમ આવી હતી અને ત્યાર બાદ તુષાર ગાંધી દ્વારા જાહેરહિતની અરજી કરી આ પ્રોજેકટ સામે રોક લગાવવાની માગણી કરવામાં આવી હતી.
તુષાર ગાંધી દ્વારા પ્રોજેકટ સામે અનેક વાંધાઓ રજુ કર્યા હતા જેમાં ગાંધીજી સ્થાપિત આશ્રમ ,સ્થાપત્યનો હિસ્સો હોવાનું જણાવી નવા ટ્રસ્ટી મંડળની સંભવીત રચના સામે પણ વાંધો લીધો હતો, આ અરજીના સંદર્ભમાં સરકારે પોતાનો જવાબ રજુ કરી તેઓ આશ્રમના મુળ માળખામાં કોઈ ફેરફાર કરશે નહીં તેવી ખાતરી હાઈકોર્ટને આપી હતી અને જરૂર પડે તો સંબંધીત કાઉન્સીલ સામે તે મુદ્દે રજુ કરશે તેમ જણાવ્યુ હતું, સરકારના પક્ષથી સંતુષ્ટ હાઈકોર્ટે આ મામલે તેમણે દખલ કરવી જોઈએ નહીં તેવો મત વ્યકત કરી તુષાર ગાંધની અરજીનો નિકાલ કર્યો હતો. બીજા શબ્દોમાં કહીઓ તો ગુજરાત અને કેન્દ્ર સરકારના પ્રોજેકટને લીલી ઝંડી મળી ગઈ છે, હાલમાં ગુજરાત સરકાર આશ્રમની સામે રહેતા વસાહતીઓના પુનસ્થાપન અને વળતરનું કામ કરી રહી છે.
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









