Saturday, April 20, 2024
HomeSeriesDeewal Seriesમોબાઈલ કંપનીઍ ડોક્યુમેન્ટ વગર 4 સીમકાર્ડ એક્ટિવ કર્યા અને મોટો અનર્થ સર્જાયો

મોબાઈલ કંપનીઍ ડોક્યુમેન્ટ વગર 4 સીમકાર્ડ એક્ટિવ કર્યા અને મોટો અનર્થ સર્જાયો

- Advertisement -

પ્રશાંત દયાળ (ભાગ-40 દીવાલ): ડીસીપી સિન્હા DCP Sinha ઉભા થઈ સીધા પોતાની ચેમ્બરમાં આવ્યા. તેમણે તરત ઈન્સપેક્ટર જાડેજા PI Jadeja ને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા અને કહ્યુ પહેલા તમારો મોબાઈલ Mobile સ્વીફ ઓફ કરો. જાડેજા Jadeja કંઈ સમજ્યા નહીં, સિન્હા Sinha એ કહ્યુ મારો ફોન પણ સ્વીચ ઓફ કરી દઉ, અડધો કલાક સુધી કોઈ આપણને ડિસ્ટર્બ કરે નહીં, બેલ મારી કમાન્ડોને બોલાવી કહ્યુ કોઈ પણ આવે હમણાં તુ પણ અડધો કલાક અંદર આવતો નહીં. ડીસીપી DCP એક સાથે એટલી બધી સુચના આપી રહ્યા હતા કે જાડેજા Jadeja કંઈ સમજ્યા જ નહીં. જાડેજા Jadeja એ પોતાનો ફોન સ્વીચ ઓફ કરી ટેબલ ઉપર મુક્યો, ડીસીપી DCP એ સીગરેટ Cigarettes કાઢી સળગાવી જાણે તે દિવસોથી ભારી થયેલો મનનો બોજો ધુમાડામાં ઉડાવી દેવા માગતા હતા.સીગરેટ Cigarettes ના એક બે લાંબા કશ મારી તેમણે સીગરેટ Cigarettes ઓલવી નાખી અને ટેબલ ઉપર હાથ ટેકવતા કહ્યુ જુઓ જાડેજા Jadeja પેલો નવો છોકરો આવ્યો હતો. જાડેજા Jadeja વિચાર કરવા લાગ્યો, સિન્હા Sinha નામ યાદ કરી રહ્યા હતા, અરે પેલો જેસીપી JCP સાહેબે પાલનપુરથી બોલાવ્યો હતો, જાડેજાએ કહ્યુ ગોવીંદ Govind.. હા હા ગોવીંદ. ડીસીપી DCP એ કહ્યુ, બહુ જ શાર્પ છોકરો છે, મારી અપેક્ષા કરતા પણ બહાર, તેણે સારૂ કામ કર્યુ છે. જાડેજા Jadeja હજી સમજ્યા ન્હોતા અને ગોવીંદે Govind શુ સારૂ કામ કર્યુ છે તેની ખબર ન્હોતી. ડીસીપી DCP એ પોતાના ટેબલ ઉપર પડેલા કોલ ડીટેઈલ રેકોર્ડ હાથમાં લીધા અને જે રીતે ગોવીંદે ડીસીપી DCP અને જેસીપી JCP ને પોતાની શંકા સમજાવી હતી તે પ્રમાણે વિગતવાર જાડેજા Jadeja ને સમજાવવા લાગ્યા.

કેટલીક વાત જાડેજા Jadeja ને સમજાતી હતી કેટલીક વાત તેમના માથા ઉપરથી જતી હતી, તો પણ જાડેજા Jadeja દરેક વાતે સર સર કહી જવાબ આપતા હતા. સિન્હા Sinha એ કહ્યુ હજી આ ગોવીંદ Govind ની શંકા છે. પણ મારૂ મન કહી રહ્યુ છે કે તેની શંકા સાચી છે. આપણે 4 ટીમ બનાવવાની છે. પહેલી ટીમ જુહાપુરા Juhapura માં સ્ટ્રાઈક કરશે અને તે પરવેઝ Pervez ને ઉપાડશે. પરવેઝ Pervez જુહાપુરા Juhapura માં મોબાઈલ Mobile રીપેરીંગની દુકાન ચલાવે છે, તેની દુકાનમાંથી 6 સીમકાર્ડ ખરીદવામાં આવ્યા હતા. મોબાઈલ Mobile કંપની રેકોર્ડ પ્રમાણે કોઈ પ્રકારના ડોક્યુમેન્ટ લેવામાં આવ્યા નથી. સિન્હા Sinha એ ગુસ્સો કરતા કહ્યુ દુકાનદાર તો મુર્ખ હતો પણ મોબાઈલ Mobile કંપનીઓ પણ લાલચુ છે. કાર્ડ વેચવા માટે ડોક્યુમેન્ટ વગર તેમણે કાર્ડ એક્ટિવ કરી દીધુ, ખેર જવા દે તે વાત, મુળ વાત આવી છે કે આ છ સીમકાર્ડ બ્લાસ્ટ વખતે થોડીક સેંકડ માટે એક્ટિવ થયા અને પછી બંધ થઈ ગયા. બધા જ કાર્ડ બ્લાસ્ટ સ્પોટની આસપાસ એક્ટિવ થયા હતા. ડીસીપી DCP એક એક જીણી જીણી બાબત જાડેજા Jadeja ને સમજાવી રહ્યા હતા ત્યારે ડીસીપી DCP નો કમાન્ડો ચેમ્બરમાં દાખલ થયો.ડીસીપી DCP નું ધ્યાન તેની તરફ ન્હોતુ પણ જેવો તે સર બોલ્યો તેની સાથે ડીસીપી DCP અને જાડેજા Jadeja એ દરવાજા તરફ જોયુ. ડીસીપી DCP નો ગુસ્સો ફાટ્યો, તેમણે જોરથી બુમ પાડતા કહ્યુ બેવકુફ હો? ગુજરાતી સમજ નહીં આતી? મેં ના પાડી હતી કે અંદર આવતો નહીં. કમાન્ડો ધ્રુજી ગયો, તેણે દરવાજા તરફ ઈશારો કરતા કહ્યુ સર મેં તેમને ના પાડી પણ તેમણે કહ્યુ ખુબ અરજન્ટ છે. ડીસીપી DCP ની ભ્રમરો ઉંચી થઈ, કમાન્ડોએ કહ્યુ પેલા ગોવીંદભાઈ Govindbhai છે, તેમને કોઈ અરજન્ટ કામ છે. ગોવીંદ Govind નું નામ સાંભળતા ડીસીપી DCP ની ભ્રમરો ફરી નોર્મલ થઈ, તેમણે કમાન્ડોને હાથનો ઈશારો કરી મોકલવાનું કહ્યુ, કમાન્ડો બહાર ગયો અને ગોવીંદ Govind ચેમ્બરમાં આવ્યો, તેના હાથમાં કેટલાંક કાગળો હતા. ગોવીંદે Govind પહેલા સોરી સર કહ્યુ અને પછી જય હિન્દ કહેતા કહ્યુ સર વધુ એક ઈન્ફરમેશન Information મળી છે. મને લાગે છે કે કદાચ ઓપરેશન માટે વધુ મહત્વની સાબીત થઈ શકે. ડીસીપી DCP ને આશ્ચર્ય થયુ, ગોવીંદ Govind આગળ આવ્યો તેણે ડીસીપી DCP ના ટેબલ ઉપર બીજો સીડીઆર CDR મુકતા કહ્યુ, સર જે છ નંબરઓ એક્ટિવ થયા હતા તેમના મુળ નંબરો અને નામ શોધવાનો મે પ્રયત્ન કર્યો હતો. આઈએમઈઆઈ IMEI ના આધારે ટ્રેક કરતા સર મને છ મોબાઈલ Mobile યુઝરના સાચા નામ અને સરનામા મળી ગયા છે. જેમાં મહંમદ Muhammad અને યુનુસ Yunus ના ફોન હમણાં પણ મધ્યપ્રદેશ Madhya Pradesh માં એક્ટિવ છે. ચાંદ અને દાનીશ Chand and Danish ના ફોન હૈદરાબાદ Hyderabad માં છે અને તેમના મુળ નંબર પણ ચાલુ છે. અબુ અને રીયાઝ Abu and Riyaz કેરળ Kerala ના છે તેઓ પણ પોતાના ફોનનો ઉપયોગ કરે છે. આ છ મોબાઈલ Mobile નો ઉપયોગ અમદાવાદ Ahmedabad માં પણ થયો હતો.

- Advertisement -

ડીસીપી DCP તો જાણે સ્વપ્ન જોતા હોય તેમ અહોભાવથી ગોવીંદ Govind ની વાત સાંભળી રહ્યા, પણ ગોવીંદ Govind ને લાગ્યુ કે તે ચેમ્બરમાં આવ્યો તેના કારણે ડીસીપી DCP નારાજ થયા હતા. ગોવીંદે Govind કહ્યુ સર મને લાગ્યુ કે આપણી ટીમો ઓપરેશન માટે રવાના થાય તે પહેલા આ છ વ્યક્તિઓના પુરા નામ અને સરનામા હોય તો વધુ સારુ રહેશે. ડીસીપી DCP એકદમ ઉભા થયા અને ગોવીંદ Govind ને રીસતરના ભેટી પડતા કહ્યુ, જો ગોવીંદ Govind આ જ છ લોકો બ્લાસ્ટ કરનારા નિકળ્યા તો હું તને જરૂર સારૂ ઈનામ આપીશ. ગોવીંદ Govind ને ડીસીપી DCP ભેટી પડ્યા તેના કારણે સંકોચ થયો અને બીજી તરફ ડીસીપી DCP નું ભેટવુ જ તેના માટે ઈનામ સમાન હતું. ડીસીપી DCP ને લાગ્યુ કે ગોવીંદ Govind ની વાત પુરી થઈ પણ ગોવીંદે Govind ફરી એક ડીટેઈલ ઉપર હાથ મુકતા કહ્યો સર મધ્યપ્રદેશ Madhya Prasdesh નો મહંમદ Muhammad છે તે પોતાના મુળ નંબર ઉપરથી બ્લાસ્ટ પહેલા અને પછી એક નંબર ઉપર સતત વાત કરતો અને નંબર કોઈ બકરૂદ્દીન અહેમદ શેખ Badruddin Ahmed Sheikh ના નામે રજીસ્ટ્રર છે. બકરૂદ્દી Badruddin નું નામ સાંભળતા ડીસીપી DCP ખુશ થઈ ટેબલ ઉપર જમણો પંજો પછાડ્યો અને બોલ્યા યસ યસ સહી નિશાને પે કામ હુવા. ગોવીંદ Govind અને જાડેજા Jadeja સમજ્યા નહીં. ડીસીપી DCP એ ફોડ પાડતા કહ્યુ બકરૂદ્દીન Badruddin એટલે પેલો નસીરૂદ્દીન Naseeruddin, જાડેજા Jadeja કંઈ યાદ આવ્યુ નહીં, ડીસીપી સિન્હા DCP Sinha એ યાદ કરાવતા કહ્યુ ફિરોજચાચા FerozChacha પાસે જે મકાન ભાડે લેવા આવ્યો હતો અને ફિરોજચાચા FerozChacha કહેતા કે નસીરૂદીન Naseeruddin આવ્યા હતા તે આ જ માણસ છે. તેનો અર્થ યાકુબનગર સહિતની તમામ કડીઓ જોડાઈ રહી છે.ડીસીપી DCP ઉભા થયા અને સીગરેટ Cigarettes સળગાવી, તેઓ ચાલતા ચાલતા ચેમ્બરમાં સીગરેટ Cigarettes પીવા લાગ્યા, તેમણે સીગરેટ Cigarettes ચાલુ રાખી અને ઈન્ટરકોમ ઉપર ફોન જોડ્યો. તેમણે જેસીપી JCP ને ફોન કર્યો હતો, ફોન ઉપાડતા જ તેમણે કહ્યુ સર હરીશ, ગોવીંદ Govind દુસરી ભી ઈન્ફરમેશન લાયા હૈ, મુઝે લગતા હૈ સર પહેલી ફ્લાઈટ સે હમારી ટીમે રવાના હોય જાય લેકીન સર એકબાર આપ હોમ સેક્રેટરી સરસે બાત કર લો ઉનકી નોટીસ પે રખો દો, સર પીઆઈ PI, પીએસઆઈ PSI ફ્લાઈટ કે લીયે એનટાઈટલ નહીં હૈ ઔર સર સભી સ્ટેટ મેં હમ લોકલ પુલીસ કે બીના હીં ઓપરેશન કરેંગે. મુઝે લગતા હૈ તબ સ્ટેટ કે નોલેજ મેં યહ ઓપરેશ કી જાનકારી હોની ચાહીયે.

જેસીપી JCP એ શુ જવાબ આપ્યો તેની ખબર પડી નહીં, સિન્હા Sinha એ થેક્સ કહી ફોન મુક્યો અને જાડેજા Jadeja ને કહ્યુ 3 ટીમ રવાના હોગી હૈદરાબાદ, કેરળ અને મધ્યપ્રદેશ Hyderabad, Kerala and Madhya Pradesh ફ્લાઈટ ચેક કરો. ટિકિટ બુક કરો અને વેપન ઓર બુલેટ પ્રુફ કે સાથ ટીમ રવાના કરો. સભી ટીમો કો બોલો મેરે કોન્ટેક્ટ મેં રહે ઔર કિસીસે બાત નહીં કરે, ખાસ કરકે મીડીયા કો ઓપરેશન ખત્મ હોને તક કોઈ જાનકારી મીલની ચાહીયે નહીં, અગર પ્રેસ મેં આ ગયા તો ઓપરેશન ફેલ હો જાયેલા. ડીસીપી DCP એ ફરી ગોવીંદ Govind ને અભિનંદન આપ્યા અને ગોવીંદ Govind જાણે રાષ્ટ્રપતિ ચંદ્રક મળ્યો હોય તેમ તે ચેમ્બરમાંથી બહાર નિકળ્યો.

(ક્રમશ:)

- Advertisement -

PART – 39 | હવે ગાંધીનગરથી આવતા ફોન બંધ થઇ ગયા હતા, પણ ત્યારે જ કોન્સટેબલ એક માહિતી લઇ JCPની ચેમ્બરમા આવ્યો- Advertisement -

તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular