પ્રશાંત દયાળ (ભાગ-39 દીવાલ) : ગોવીંદ Govind ને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ Ahmedabad Crime Branch માં આવ્યા 1 અઠવાડીયું થઈ ગયુ હતું, તે રોજ સવારે 6 વાગ્યે આવી જાય અને રાતના 10 વાગ્યા સુધી બેસી ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ની સાયબર લેબમાં કામ કર્યા કરતો હતો. તેનો ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ના સ્ટાફ સાથે ખાસ સંબંધ પણ ન્હોતો તેના કારણે તે સ્ટાફ સાથે કામ સિવાય કંઈ વાત કરતો ન્હોતો. સિન્હા Sinha અકળાઈ રહ્યા હતા, હવે ક્રાઈમ બ્રાન્ચ Crime Branch માં નિરવ શાંતિ હતી. જાડેજા Jadeja ને કોઈ પણ શંકાસ્પદને લઈ આવતા ન્હોતા, કોઈની મારપીટ થતી ન્હોતી. હવે ક્રાઈમ બ્રાન્ચ Crime Branch માં કોઈ પણ બ્લાસ્ટ કેસ Blast Case ની વાત કરતુ ન્હોતુ. ગાંધીનગર Gandhinagar થી આવતા ફોન પણ બંધ થઈ ગયા હતા. અખબારો હવે બ્લાસ્ટમાં ઘાયલોની હ્યુમન સ્ટોરી કરવા સિવાય કોઈ બીજી સ્ટોરી કરતા ન્હોતા.
ક્રાઈમ બ્રાન્ચ Crime Branch આવતા પત્રકારો પણ હવે બ્લાસ્ટ કેસ અંગે સિન્હાને કંઈ પુછતાં ન્હોતા. તે દિવસે સાંજે જેસીપી ગૌડ JCP Gowd નો કમાન્ડો ડીસીપી DCP ને બોલાવવા આવ્યો ત્યારે પહેલા તો તેમને ગુસ્સો આવ્યો, નક્કી જેસીપી JCP પાછુ બ્લાસ્ટ કેસ Blast Case નું પુછશે અને તેમની પાસે તેનો કોઈ જવાબ ન્હોતો પણ સાહેબ હતા તેના કારણે જવુ તો પડે તેમ જ હતું. તે ઉભા થયા અને જેસીપી JCP ની ચેમ્બરમાં ગયા, તે ગયા તે પહેલા ટેબલ ઉપર બે કોફી મુકી દેવામાં આવી હતી. જેસીપી JCP હળવા મુડમાં હતા તેમણે કહ્યુ બસ યુહી કોફી પીને બુલાયા, સિન્હા Sinha ને આશ્ચર્ય થયુ, પછી આખી દુનિયાના ગપ્પા ચાલુ થયા હતા. અચાનક તેમને કંઈક યાદ આવ્યુ હોય તેમ તેમણે બેલ મારી કમાન્ડોને બોલાવી કહ્યુ પેલા ગોવીદ Govind ને સાયબર લેબમાંથી બોલાવ તે મને મળવા માગતો હતો.
સિન્હા Sinha વિચારમાં પડ્યા એટલે ગૌડે ફોડ પાડતા કહ્યુ સુબહ મેં ડીજી DG સર કે પાસ બેઠા થાં, તબ ગોવીંદ Govind કા ફોન આયા થા, વો કુછ બતાના ચાહતા થાં, ચલો અચ્છા હૈ, તુમ ભી તો ઉસે મીલ લેતે, પાછા ગપ્પા ચાલુ થયા. ત્યાં જ ગોવીંદ Govind નોક કરી આવ્યો. જેસીપી JCP એકદમ ઉભા થઈ ગયા, સિન્હા જોવા લાગ્યા કે એક કોન્સ્ટેબલ આવે અને આઈજીપી IGP ઉભા થઈ જાય, જેસીપી JCP એ ગોવીંદ Govind સાથે હાથ મીલાવ્યો અને તેને બેસવા પણ કહ્યુ, ગોવીંદે Govind ડીસીપી DCP ને સલામ કરી અને તેમની બાજુમાં રહેલી ખુરશીને ડીસીપી DCP થી થોડી દુર કરી અને પછી તે પણ ત્યાં બેઠો. જેસીપીએ JCP તરત તેના માટે પણ કોફી મંગાવી અને પછી વાત શરૂ કરતા કહ્યુ બોલ ગોવીંદ Govind તારો ફોન હતો. ગોવીંદે Govind તરત પોતાના હાથમાં રહેલા કાગળો ટેબલ ઉપર મુકતા કહ્યુ સર આ કેટલાક સસ્પેક્ટના સીડીઆઈઆર CDIR છે.
ડીસીપી DCP એ જોયુ તો 5 મોબાઈલ નંબરની કોલ ડીટેઈલ Call Detail હતી. ગોવીંદે Govind કોલ ડીટેઈલ Call Detail તરફ ઈશારો કરતા કહ્યુ સર આ મારો ડાઉટ છે, આ 5 નંબરની ડીટેઈલ Detail તમે જુવો આ તમામ ફોન એક દિવસે ઓપરેટ થયા છે, તે પણ બનાવના દિવસે. જો કે પાંચે 5 નંબરના ટાવર લોકેશન અલગ છે પણ તે કેટલાંક બ્લાસ્ટ સ્પોટની નજીકના છે. અત્યારે મારુ પહેલુ અનુમાન છે કે આ 5 નંબરનો ઉપયોગ આંતકી કર્યો હશે, કારણ તેઓ સ્પોટની નજીક છે,.તરત ડીસીપી સિન્હા DCP Sinha એ પ્રશ્ન કરતા પુછ્યુ કે સ્પોટની નજીકના ટાવરમાંથી હજારો ફોન એક વખતમાં થયા હશે તેમાં આ 5 નંબરો ઉપર જ કેમ શંકા કરવાની? ગોવીંદ Govind હસ્યો તેણે કહ્યુ સર તમારી વાત સાચી છે મને પણ આવો પ્રશ્ન થયો હતો. પણ 5 નંબર ઉપર શંકા કરવાનું પહેલુ કારણ કે આ તમામ 5 નંબર બ્લાસ્ટના 6 દિવસ પહેલા જ એક્ટિવ થયા છે, પણ 6 દિવસ સુધી આ નંબર ઉપરથી કોઈ ફોન આઉટ ગોંઈગ નથી અને ઈનકમિંગ પણ નથી.
ગોવીદે Govind જેસીપી JCP ની સામે જોયુ, તેને લાગ્યુ કે જેસીપી JCP તેની વાત ઉપર ભરોસો કરી રહ્યા છે. સર બ્લાસ્ટ Blast થયો તેની 5 થી 6 મિનિટ પછી આ પાંચે નંબરે એકબીજા સાથે વાત કરી છે પણ તમે તેનો કોલ દ્યુરેશન જોવો, તેમ કહી કેટલાક આંકડા ઉપર આંગળી મુકતા કહ્યુ કોઈ કોલ 24 સેકન્ડ તો કોઈ 28 સેકન્ડ જેવી ટુંકી વાત કરે છે, ત્યાર બાદ આ ફોન બંધ થઈ જાય છે અને ત્યાર પછી આ નંબર ઉપર કોઈ એક્ટિવિટી થઈ નથી. ડીસીપી સિન્હા DCP Sinha ને લાગ્યુ કે ગોવીંદ Govind ની શંકા સાચી છે. તેમણે ત્યારે જ પુછી નાખ્યુ ગોવીંદ Govind તે આ નંબરો કેવી રીતે શોધ્યા, ગોવીંદે Govind પોતાનું ઓપન સિક્રેટ જાહેર કરતા કહ્યુ સર મે બધા જ નંબરો મેન્યુઅલી ચેક કર્યા છે. જેસીપી JCP એ પુછ્યુ લાખો નંબરો મેન્યુઅલી ચેક કર્યા? ગોવીદે હા પાડી.
ગોવીદે Govind પોતે જે માને છે તેનો વધુ એક પુરાવો આપતા કહ્યુ સર પાંચે SimCard જુહાપુરા Juhapur ની એક દુકાનમાંથી ખરીદવામાં આવ્યા છે પણ મોબાઈલ કંપનીએ ડોક્યુમેન્ટ વેરીફાઈ Document verification કર્યા વગર ફોન એક્ટિવ કરી દીધા છે. સાચુ પુછો તો ડોક્યુમેન્ટ વગર સીમકાર્ડ ઈસ્યુ થયા છે. એટલે કદાચ આપણે દુકાનદાર સુધી પહોંચી પણ જઈએ તો પણ ફોનનો ઉપયોગ કરનાર ખરેખર કોણ હતો તે શોધવુ મુશ્કેલ છે. ડીસીપી DCP નો ચહેરો પડી ગયો, તેમને લાગ્યુ કે ગોવીંદ Govind હવે છેક નજીક લઈ ગયો છે, જેસીપી JCP એ ગુજરાતમાં રહી તળપદી ગુજરાતી શીખી ગયા હતા. તેમણે કહ્યુ ગોવીંદ Govind તેનો કોઈ તો તોડ હશેને? ગોવીંદ Govind હસ્યો, સર તમે મારી ઉપર ભરોસો મુક્યો છે તો મારે તેમા પાસ તો થવુ પડને, સર આ 5 નંબર બ્લાસ્ટના દિવસે ચાલુ થયા અને તે જ દિવસે બંધ થઈ ગયા છે.
આપણી પાસે અત્યારે જુહાપુરા Juhapura નો દુકાનદાર છે, આપણે ત્યાં સુધી તો ગયા પણ આ 5 નંબર કોણે વાપર્યા હતા તેની પણ મેં તપાસ કરી. સર, આરોપીની એક નાનકડી ભુલ આપણને મદદ કરી ગઈ છે. આ 5 નંબરના સીમકાર્ડ જે મોબાઈલમાં હતા તે પાંચે ઈન્સ્ટુમેન્ટના મે આઈએમઈઆઈ નંબર IMEI number ટ્રેક કર્યા તો હવે તેમા બીજા સીમકાર્ડ નાખી તે ફોનનો ઉપયોગ થઈ રહ્યો છે. ડીસીપી DCP એકદમ ઉછળી પડ્યા, ગોવીંદે Govind તેમને એકદમ શાંત કરતા કખ્યુ સર આ પાંચે મોબાઇલ ઇન્સ્ટુમેન્ટ અલગ અલગ રાજ્યમાં એક્ટિવ છે જેમાં કેરળ, મધ્યપ્રદેશ અને હૈદરાબાદ Madhya Pradesh and Hyderabad માં એક્ટિવ છે. મેં હજી એક પણ નંબરને ડિસ્ટર્બ કર્યા નથી. જેસીપી JCP અને ડીસીપી DCPની આંખો એક થઈ બંન્ને એકબીજાને કહ્યા વગર સમજી ગયા કે કેસ હવે તેમના હાથમાં છે.
બસ કોઈ ભુલ થાય નહીં અને એક પછી એક માણસોને ઉપાડી લેવામાં આવે તેના માટે અલગ અલગ ટીમોની જરૂર હતી. જેસીપી JCP એ ગોવીંદ Govind સામે જોઈ પુછ્યુ ગોવીદ આ વાત તે ક્રાઈમ Crime માં બીજા કોઈ સાથે શેર તો કરી નથી ને? ગોવીંદે Govind કહ્યુ કોઈની સાથે નહીં, બસ પહેલી વખત તમારી સાથે વાત કરી રહ્યો છું. જેસીપી JCP એ ડીસીપી DCP ને કહ્યું દેખો સ્માર્ટ ઓપરેશન Smart operation હોના ચાહીયે, કોઈ ગલતી મુઝે મંજુર નહીં. ડીસીપી DCP એકદમ ટટ્ટાર થઈ ગયા, તેમણે કહ્યુ સર, જેસીપી JCP એ કહ્યુ દેખો સબ સે પહેલે વો જુહાપુરા Juhapura મેં સીમકાર્ડવાલા હૈ ઉસે ઉઠા લો ઔર આજ રાત કો બાય એર ટીમ એમપી, હૈદરાબાદ ઔર કેરળ રવાના કરદો ઔર સભી ઓપરેશન હમ એકલે હી કરગે , લોકલ પુલીસ Local Police કો સાથ મેં લેના નહીં હૈ, ધ્યાન રહે, યહ બાત મીડિયા તક પહોંચે નહીં.
(ક્રમશ:)
PART – 38 | ક્રાઇમના સાઇબર સેલમા ઓફિસરોની ફૌઝ હતી પણ JCPને એક કોન્સટેબલ યાદ આવ્યો
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









