નવજીવન ન્યૂઝ. જામનગરઃ Jamnagar News: આજે સમગ્ર દેશમાં સ્વતંત્રતા દિવસની (Independence day 2023) ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે ઠેર-ઠેર ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યકર્મ યોજાયા છે. સામાન્ય રીતે વર્ષમાં 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસ અને 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ પર એમ બે વાર ધ્વજવંદનનો (Hoist The Flag) કાર્યક્રમ થતો હોય છે. પરંતું ગુજરાતનું એક એવું પણ ગામ છે. જ્યાં વર્ષે બે વાર નહીં પરંતું રોજ બરોજ ધ્વજવદંન કરવામાં આવે છે. જેમ અનેક લોકો દિવસની શરૂઆત મંદિરના દર્શન કરીને કરતાં હોય છે, તેમ આ ગામના લોકો ધ્વજવદંન કરીને પોતાના કામની શરૂઆત કરે છે.
જામનગરમાં આવેલા ફલ્લા ગામના (Falla Village) લોકોમાં દેશ પ્રત્યે અનોખો પ્રેમ છે. આ ગામમાં છેલ્લા ત્રણ વર્ષથી રોજ નિયમીતપણે ધ્વજવંદન થાય છે. ગામના લોકો રોજ સવારે ધ્વજવંદન કર્યા બાદ જ પોતાના દૈનિક કામમાં જોડાતા હોય છે. આ ફલ્લા ગામમાં અંદાજીત 6 હજારથી વધુ લોકો રહે છે. ફલ્લા ગામ રાષ્ટ્ર્રપ્રેમી ગામ તરીકે પણ ઓળખતું થયું છે. ફલ્લા ગામમાં ગ્રામપંચાયતના મેદાનમાં દૈનિક રાષ્ટ્રધ્વજ ફરકાવામાં આવે છે. જેમાં ગ્રામજનો, પંચાયતના કર્મચારી, શાળાના બાળકો, શિક્ષકો અને યુવાનો જોડાતા હોય છે.
અહીં ગામમાં કેમ દૈનિક ધ્વજવંદન કરવામાં આવે છે તેની પાછળની કહાની પણ રસપ્રદ છે. જામનગરની એક ખાનગી કંપનીમાં ઉંચાઊ પર લહેરાતા ધ્વજને જોઈને ગામના આગેવાનોએ પણ પોતાના ગામમાં પણ આ પ્રકારે તિરંગો લહેરાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારથી ગામના આગેવાનોએ વર્ષે માત્ર બે દિવસ જ નહીં પરંતું દૈનિક ગામમાં ધ્વજવંદન કરવાનો સાથે મળીને નિર્ણય કર્યો હતો. જેના ભાગરૂપે ફલ્લા ગામના દાતા સ્વર્ગસ્ત જેન્તી ધમસાણિયાએ દોઢ લાખનું રોકડ દાન આપ્યું હતું. જે રકમની મદદથી ગ્રામપંચાયતના પ્રાંગણમાં 9 મીટર ઉચો સ્થંભ લગાવામાં આવ્યો હતો. સાથે જ ધ્વજવંદન કરવા માટે ગીયર પણ રાખવામાં આવ્યું હતું. જેનાથી નાના બાળકો પણ ત્રિરંગો લહેરાવી શકે.
સ્થંભ લાગી ગયા બાદ 14 ડિસેમ્બર, 2020થી પંચાયતની કચેરીમાં દૈનિક ધ્વજવંદન કરવામાં આવે છે. પંચાયત નજીક આવેલી સરકારી શાળાના વિદ્યાર્થી અને શિક્ષકો પણ અહીં ધ્વજવંદનમાં જોડાતા હોય છે. ફલ્લા ગામના આ રાષ્ટ્રપ્રેમના ભાગરૂપે શરૂ થયેલી પહેલ છેલ્લા 3 વર્ષથી કાર્યરત છે. ફલ્લા ગામના લોકો રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ પોતાના કામની શરૂઆત કરે છે. આ પરંપરાના કારણે ફલ્લા ગામને અલગ ઓળખ મળી છે. ફલ્લા ગામના ગ્રામ પંચાયતમાં 9 મિટર ઉચાઈ પર દિવસભર રાષ્ટ્રધ્વજ લહેરાતો હોય છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








