Friday, April 17, 2026
HomeGujaratવિસનગરમાં સગર્ભા મહિલાની હત્યા મામલે મોટો ખુલાસો, પતિએ જ બોથડ પર્દાથના ઘા...

વિસનગરમાં સગર્ભા મહિલાની હત્યા મામલે મોટો ખુલાસો, પતિએ જ બોથડ પર્દાથના ઘા ઝીંકી કરી હતી હત્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વિસનગર: મહેસાણા (Mehsana) જિલ્લાના વિસનગર (Visnagar) તાલુકામાં એક સગર્ભા મહિલાની હત્યાની ઘટના સામે આવી છે. સવારના સમયે લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવતા સમ્રગ ગામમાં અરેરાટી મચી ગઈ હતી. મૃતક મહિલાના શરીર પરથી ગંભીર ઈજાના નિશાનો મળી આવ્યા છે. જેને લઈ મહિલાના હત્યા થઈ હોવાનો આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ઘટનાની જાણ ગ્રમાજનોએ પોલીસને કરતા વિસનગર તાલુકા પોલીસની (Visnagar Police) ટીમ ગામમાં દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિસનગર સરકારી હોસ્પિટલ મોકલ્યો છે. જોકે આ હત્યા કોણે કરી છે તે દિશામાં તપાસ કરતા પતિએ જ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

મૃતકના પિતા રમેશ દેવીપૂજકના જણાવ્યા મુજબ, તેમને જાણકારી મળી હતી કે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના લાછડી ગામમાં પિયરમાં રહેતી તેમની દીકરી દક્ષાબેનનો લોહીલુહાણ હાલતમાં સવારના સમયે મૃતદેહ મળી આવ્યો છે. જેની જાણ થતાં ફરિયાદી તાત્કાલિક લાછડી ગામ પહોંચ્યા હતા. આ દરમિયાન મૃતક દક્ષાબેનનો મૃતદેહ તેમના ઘરના પાછળ ઝાડી ઝાંખરામાંથી મળી આવ્યો હતો. દક્ષાબેનના માથાના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ ફરિયાદીએ પોલીસને કરતા વિસનગર તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસની પ્રથામિક તપાસ મુજબ મહિલાની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ કોના દ્વારા આ હત્યા કરવામાં આવી છે. કેમ હત્યા કરવામાં આવી છે, તે તમામ બાબતો ઉંડાણપૂર્વક તપાસ હાથધરી હતી.

- Advertisement -

ફરિયાદીના જણાવ્યા મુજબ, મારી દીકરી પર જમાઈ આડાસબંધો હોવાનો વહેમ રાખતો હતો. જેને લઈ અવાર-નવાર કોઈની કોઈ બાબતને લઈ દીકરી અને જમાઈ વચ્ચે ઝઘડો થતો હતો. ઝઘડાના કારણોસર બે-ત્રણ વખત દીકરી પિયર પણ આવી ગઈ હતી. જોકે પરિવારના સમજાવટથી મામલો થાળે પાડવામાં આવ્યો હતો. હવે સગર્ભા દીકરીની હત્યાથી પરિવારે જમાઈ સામે હત્યાના આશંકા વ્યક્ત કરી છે. જેને લઈ પોલીસ દ્વારા મૃતક મહિલાના પતિની પણ સઘન પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને રાત્રિ દરમિયાન તેણે બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. જે મામલે પોલસે આરોપી સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular