Tuesday, March 17, 2026
HomeGujaratજો હવે દાઢી વધારી તો થશે 51 હજારનો દંડ… જાણો કોણે કર્યું...

જો હવે દાઢી વધારી તો થશે 51 હજારનો દંડ… જાણો કોણે કર્યું આ ફરમાન

- Advertisement -

નવજીવન ન્યૂઝ. બનાસકાંઠાઃ Banaskantha News: જુવાન છોકરાઓમાં દાઢી અને મૂછ રાખવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જોકે કેટલાક સમયથી લાંબી દાઢી રાખવાનો પણ ક્રેઝ યુવાનોમાં સતત વધી રહ્યો છે. ત્યારે રાજ્યના ધાનેરા (Dhanera) તાલુકાના 54 ગામ ચૌધરી સમાજ (Anjana Chaudhary Samaj)દ્વારા સમાજમાં સામાજીક સુધારા બાબતે એક બેઠક મળી હતી. જેમાં વિવિધ 22 સુધારા કરીને સામાજિક બદલાવ લાવવા માટેની પહેલ કરવામાં આવી છે. જેમાં સામાજીક પ્રસંગોમાં દેખાદેખી કરીને ખોટા ખર્ચ ન કરવા અને યુવાનોને ફેશનેબલ દાઢી (Stylish Beard) ન રાખવાનું ફરમાન કરવામાં આવ્યું છે.

સમાજમાં કેટલાક નવા સુધારા કરવા અને કેટલીક પરંપરાના નામે ચાલતી બદીઓને દૂર કરવા માટે બનાસકાંઠાના ધાનેરામાં ગઈકાલે સમાજના લોકોએ ભેગા મળીને બેઠક કરી હતી. સામાજીક સુધારા અને સમૂહલગ્ન બાબતે ચર્ચા વિચારણા કરવા માટે એક ખાસ સંમેલન બોલાવવામાં આવ્યું હતું. આ સંમેલનમાં શિકારપુરા ધામના ગાદિપતિ દયારામજી મહારાજ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, હિન્દુ ધર્મમાં દાઢી રાખવી તે સંત મહાત્માનું કામ છે, પરંતુ યુવાનો આવી દાઢી રાખે છે તે સમાજને શોભતું નથી માટે દાઢી રાખવી જોઈએ નહીં.

- Advertisement -

યુવાનો ફેશનેબલ દાઢી ન રાખે તે માટે સમાજ દ્વારા કડક નિયમ બનાવાયો હતો. દાઢી રાખનારને 51 હજારનો દંડ આપવાનું ધાનેરાના 54 ગામ ચૌધરી સમાજ દ્વારા જોગવાઈ કરવામાં આવી છે. આ દંડની રકમ દાઢી રાખનારના પરિવાર પાસેથી વસુલવામાં આવશે. ઉપરાંત મરણ પ્રસંગમાં અફીણ પ્રથા બંધ કરાઈ છે. જો કોઈ અફીણ પ્રથા ચાલુ કરશે તો તેની સામે 1 લાખ રૂપિયા દંડની જોગવાઈ કરાઈ છે. લગ્ન પ્રસંગે ડીજે પર પ્રતિબંધ, લગ્નની પત્રિકા સાદી છપાવવી, લગ્ન પ્રસંગમાં વોનોળા પ્રથા બંધ કરવી, લગ્નમાં ફટાકડા લિમિટમાં ફોડવા, દીકરીને પેટી ભરવામાં 51,000થી વધુ નહીં આપવા, ભોજન સમારંભમાં જમવાનું પૌષ્ટિક બનાવવું અને જમણ પીરસવા અન્ય ભાડુતી માણસો ન લાવવાનું પણ ફરમાન કરવામાં આવ્યું છે.

જન્મદિવસ હોટલમાં મનાવવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સન્માન સમયે શાલ, પાઘડી, વીંટી કે ભેંટ ન આપવાની, ઢુંઢમાં જમણવાર ન કરવા, પતાસા બંધ કરવા માટે પણ ફરમાન કરાયું છે. ચૌધરી સમાજની બેઠકમાં સમાજ સુધારા માટે લેવાયેલા નિર્ણયને તમામ લોકોએ ટેકો આપ્યો હતો. આ બેઠકમાં 22 જેટલા સુધારા કરીને ઠરાવ કરવામાં આવ્યો હતો. સાથે જ કડક અમલીકરણ માટે જોગવાઈ કરવામાં આવી હતી.

ધાનેરા તાલુકાના 54 ગામ ચૌધરી સમાજનું ફરમાન

  • યુવાનોએ ફેશનેબલ દાઢી ન રાખવાનું ફરમાન
  • ફેશનેબલ દાઢી રાખી તો 51,000નો દંડ
  • મરણ પ્રસંગમાં અફીણ પ્રથા બંધ કરાઈ
  • અફીણ પ્રથા ચાલુ કરાશે તો 1 લાખનો દંડ
  • લગ્ન પ્રસંગમાં વોનોળા પ્રથા બંધ કરવી
  • લગ્નમાં ફટાકડા લિમિટમાં ફોડવા, પત્રિકા સાદી છપાવવી
  • લગ્નમાં ડીજે, જન્મ દિવસ હોટલમાં મનાવવા બંધી
  • દીકરીને પેટી ભરવામાં 51000થી વધુ નહીં
  • ભોજન સમારંભમાં જમવાનું પૌષ્ટિક બનાવવું
  • જમણ પીરસવા અન્ય ભાડુતી માણસો ન લાવવા
  • સન્માન શાલ, પાઘડી, વીંટી કે ભેંટથી ન કરવું
  • ઢુંઢમાં જમણવાર ન કરવા, પતાસા બંધ કરવા

TAG: Dhanera News, Anjana Chaudhary Samaj, Stylish Beard penalty

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular