નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Gujarat Conman Kiran Patel : કિરણ પટેલ એટલે એક એવું નામ અને તેના એવા કાંડ કે જેણે સમ્રગ દેશમાં ખળભળાટ મચાવી દીધો છે. નકલી PMO એડિશનલ સેક્રટરીના (Fake PMO Officer) બનાવટી આઇ ડી કાર્ડ બનાવી દેશના સંવેદનશીલ ગણાતા વિસ્તારોની મુલાકાત લઇ મજા માણી આવતા કિરણ પટેલ હાલ જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir) જેલના સળિયા પાછળ છે. IAS, IPS સહિત રાજકીય નેતાઓને ચૂનો ચોપડનાર મહાઠગ કિરણ પટેલની (thug Kiran Patel) લાંબી પૂછપરછ અને તપાસ બાદ અમદાવાદ (Ahmedabad) લાવવામાં આવશે. અમદાવાદ ક્રાઇમબ્રાન્ચને (Ahmedabad Crime Branch) સિંધુભવન સ્થિત રાજ્યના પૂર્વ મંત્રીના ભાઇ જગદીશ ચાવડાનો બંગલો પચાવી પાડવાના કેસમાં (bungalow grab Case) કિરણ પટેલ અને તેની પત્ની (Malini Patel)વિરુદ્ઘ ફરિયાદ દાખલ કરી હતી. જેના આધારે ક્રાઇમબ્રાન્ચે મહાઠગની પત્ની માલિની પટેલની નડિયાદથી ધરપકડ કરી હતી. તેને વધુ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ જમ્મુ કાશ્મીરથી આરોપી કિરણ પટેલને અમદાવાદ લાવવા માટે રવાના થઈ ચૂકી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ જમ્મુ-કાશ્મીરથી ટ્રાન્સફર વોરંટના આધારે મહાઠગની ધરપકડ કરશે અને તેને બાયરોડ જમ્મુ-કાશ્મીરથી અમદાવાદ લાવવામાં આવશે. જેની કસ્ટડી લઇ બુધવારની આસપાસ તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવશે.
જમ્મુ કાશમીરમાં PMO અધિકારીની ઓળખ આપી Z પ્લસ સિક્યુરિટી સાથે SUV બુલેટ પ્રુફ કારમાં ફરનારા અને હોટલોમાં VIP સુવિધાઓ મેળવી હાઇપ્રોફાઇલ લાઇફ જીવનારા કિરણ પટેલનો ભાંડો ફૂટતા અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. જયાં રાજકીય નેતાઓથી લઈ IAS, IPS સહિતના અધિકારીઓને તેઓ પોતાની માયાજાળમાં ફસાવી ચુક્યો છે. ઠગ કિરણ પટેલ બે થી ત્રણ વખત કાશ્મીર જઇ આવ્યો છે અને VIP સુવિધા ભોગવી ચૂક્યો છે. જોકે કિરણ પટેલના વિષયમાં ઉંડાણપૂર્વક તપાસ કરતા નકલી PMO અધિકારી હોવાની જાણ શ્રીનગર પોલીસને થતા સમ્રગ ઘટના પ્રકાશમાં આવી હતી. જે મામલે શ્રીનગર પોલીસે તેની ધરપકડ કરી હતી અને સઘન પૂછપરછ કરતા એકથી એક કારસ્તાન ખુલ્યાં હતા જેના તાર ગુજરાત સુધી પહોંચ્યા છે.
પૂર્વ મંત્રીના ભાઈનો બંગલો પચાવી પાડ્યો હતો
મહાઠગ કિરણ પટેલ નકલી PMOની ઓળખ આપી ભલભલાને વિશ્વાસમાં લઈ લેતો હતો અને લોકો પણ સરળતાથી તેની વાતોમાં આવી જતા હતા. જયાં અમદાવાદ સિંધુભવન સ્થિત નીલકંઠ પાર્કમાં આવેલા રાજ્યના પૂર્વ મંત્રીના ભાઇ જગદીશ ચાવડાના બંગલા પર કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલે દાનત બગાડી હતી. જગદીશ ચાવડાને પહેલા PMO અધિકારી તરીકેની ઓળખ આપી સમ્રગ બંગલાના રિનોવેશન માટેનો કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો. ત્યારબાદ બનાવટી દસ્તાવેજો ઉભા કરી બંગલાનું નામ જગદીશપુરમ કરી બંગલો પચાવી પાડ્યો હતો. જે અંગે જવાહર ચાવડાએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે મહાઠગની પત્નીને ઝડપી પાડ્યો છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ઇસનપુર ખાતે આવેલી પ્રિસ્ટેજ સોસાયટીમાં કિરણ પટેલ રહેતો હતો. સોસાયટીમાં જે બંગલો હતો તે પણ ભાડાપટ્ટે લીધો હતો. જોકે તે બંગલાના માલિકના આરોપ અનુસાર 3 વર્ષથી કિરણ પટેલે બંગલાનું ભાડું ચૂકવ્યુ ન હતું. જયારે ભાડા માટે ફોન કરીએ ત્યારે બહાનાબાજી કરી “હું PMOમાં કામ કરું છું” તેમ કહી ધાક ધમકી આપતો હતો.
TAG: Ahmedabad News, Thug Kiran Patel, Ahmedabad Crime branch, Fake PMO Officer
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








