Thursday, June 4, 2026
HomeGujaratAhmedabadરોફ જમાવી ટ્રાફિકના કાયદાનું ઉલ્લંઘન કરતા પોલીસ અધિકારીઓની હવે ખેર નથી, DGP...

રોફ જમાવી ટ્રાફિકના કાયદાનું ઉલ્લંઘન કરતા પોલીસ અધિકારીઓની હવે ખેર નથી, DGP વિકાસ સહાયે દાખવ્યું આકરું વલણ

- Advertisement -

નવજીવન ન્યૂઝ,અમદાવાદ: Ahmedabad News: ખૂદ પોલીસ અધિકારીઓ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા હોય તેવા કિસ્સાઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે જેના કારણે અકસ્માતના કેસાં પણ ધરખમ વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે તાજેતરમાં પોલીસ વડાનો ચાર્જ સંભાળનાર DGP વિકાસ સહાય (Vikas Sahay) આવા પોલીસ અધિકારીઓ સામે આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. તેમણે ટ્રાફિકના કાયદા તેમજ નિયમોનું સંપૂર્ણ ચુસ્તપણે પાલન કરવાનો આદેશ આપતો એક પરિપત્ર જાહેર કરીને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન (Traffic rules violation) કરતા પોલીસ કર્મચારીઓને (Cops) કડક શબ્દોમાં ચેતવણી આપી છે.

વિગતે વાત કરીએ તો, સામાન્ય રીતે વાહનચાલકો જ્યારે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે છે, ત્યારે ટ્રાફિક પોલીસ વાહનચાલકોને કાયદાનું ભાન કરાવે છે અને નિયમોના ઉલ્લંઘન બદલ વાહનચાલકોને દંડ પણ ફટકારે છે. પરંતુ ટ્રાફિકના નિયમો માત્ર સામાન્ય નાગરિકો માટે જ નથી હોતા તે તમામ નિયમો પોલીસ કર્મચારીઓને પણ સરખી રીતે લાગૂ પડે છે. જ્યારે પોલીસ કર્મચારીઓ યુનિફોર્મ પહેરીને રોફ જમાવી ટ્રાફિકના નિયમોનુ ઉલ્લંઘન કરે છે, ત્યારે લોકો પર તેની નકારાત્મક છાપ ઉભી થવાને કારણે પોલીસની છબી પણ ખરડાય છે અને ટ્રાફિકના નિયમો તોડવાની નીતિના ઘેરા પ્રત્યાઘાત પડતા સામાન્ય નાગરિક પણ ટ્રાફિકના નિયમો તોડવા માટે પ્રેરાય છે. જેના કારણે પોલીસ કર્મચારીઓ પણ ટ્રાફિકના નિયમોનો ચુસ્ત અમલ કરે તે હવે જરૂરી બન્યું છે. ત્યારે ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયે એક પરિપત્ર જાહેર કરીને પોલીસ કર્મચારીઓ માટે ટ્રાફિકના નિયમોના પાલન માટે કડક આદેશ આપ્યો છે. જેથી પોલીસ ખુદ પોલીસ વિરૂદ્ધ કાર્યવાહી કરે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

- Advertisement -

પરિપત્રમાં શું આદેશ કરવામાં આવ્યા છે?

DGP વિકાસ સહાયે જાહેર કરેલા પરિપત્ર અનુસાર આજથી જો કોઇ પોલીસ કર્મચારીઓ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમના વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. પરિપત્રમાં જણાવ્યા અનુસાર, કોઈપણ પોલીસ કર્મચારી તેની કારમાં બ્લેક ફિલ્મ લગાવી શકશે નહીં અને જો લગાવશે તો ઉચ્ચ અધિકારી તેના વિરુદ્ધ કાર્યવાહી કરશે. ઉલ્લેખનીય છે કે, ક્રાઈમ બ્રાંચ, એટીએસ અને એસઓજી સહિતની પોલીસની એજન્સીઓમાં મોટાભાગના પોલીસ કર્મચારીઓ બ્લેક ફિલ્મવાળી કારનો ઉપયોગ કરે છે. જોકે, હવે ફરજિયાત પોલીસ કર્મચારીઓને પણ બ્લેક ફિલ્મ કાઢી નાખવી પડશે. ઉપરાંત વાહન પર પોલીસ લખેલી નેમપ્લેટ જો લગાવવામાં આવી હશે તો તેવા કિસ્સામાં પણ જે-તે પોલીસ અધિકારીને દંડ ફટકારવામાં આવશે. આ સિવાય પોલીસ કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ તેમજ સીટ બેલ્ટ બાંધવાનો પણ પરિપત્રમાં કડક આદેશ આપવામાં આવ્યો છે.

વધુમાં પરિપત્રમાં પોલીસકર્મચારીઓએ પાલન કરવાના નિયમો આ મુજબ

પોલીસ અધિકારી અને કર્મચારીઓએ પોતે જ્યારે યુનિફોર્મમાં ફરજ ઉપર જતા હોય ત્યારે ટુ-વ્હીલ૨ ઉપ૨ ત્રણ સવારીમાં નહીં જવા સૂચના છે. તેઓ જ્યારે યુનિફોર્મમાં ફરજ ઉપર ટુ-વ્હીલર લઈને જતા હોય ત્યારે હેલ્મેટ પહેરીને જ ડ્રાઇવિંગ કરવા સૂચના છે. જેથી જાહેર જનતામાં તે બાબતે હકારાત્મક છબિ ઉદભવશે.

  • કેટલાંક ટૂ-વ્હીલ૨ અને ફોર-વ્હીલરમાં P, Police, કે રાષ્ટ્રીય ચિહ્ન લોગોવાળી નેઇમ પ્લેટો લગાવેલી હોય છે, જે ન હોવી જોઇએ. જેના પણ વાહન આગળ આ પ્રકારના લખાણ કે નેઇમ પ્લેટ હોટ તે તાત્કાલિક દૂર કરે.
  • ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા પોલીસ અધિકારી, કર્મચારીઓ માટે પોલીસ લાઇન, પોલીસ સ્ટેશન તેમજ પોલીસ ખાતાની કચેરીઓની બહાર પણ ટ્રાફિક ડ્રાઇવનું સરપ્રાઇઝ અને ઇફેક્ટિવ આયોજન કરવું.
  • ટ્રાફિક પોલીસે ફરજ દરમિયાન બોડી વોર્ન કેમેરા સાથે ફરજ બજાવવી, આ બાબતે સુપરવિઝન અધિકારીએ ટ્રાફિક કર્મચારીઓ પાલન કરે છે કે નહીં તેનું મોનિટરિંગ કરે.
  • ટ્રાફિક પોલીસે ફરજ દરમિયાન લાઇટ બેટન તથા બોડી રિફ્લેક્ટર અવશ્ય પહેરવાના રહેશે.
  • ટ્રાફિક પોલીસના અધિકારી/કર્મચારીઓની સાથેના મદદરૂપ થતા ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓએ અને હોમગાર્ડના જવાનોએ ટ્રાફિક નિયમનની કામગીરી જ્યારે જ્યારે કરવાની થાય ત્યારે બોડી રિફ્લેક્ટર સાથે ફરજ બજાવવાની રહેશે
  • કોઈ પણ પોલીસ અધિકારી કે કર્મચારી ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા જણાશે તો સુપરવાઇઝરી અધિકારીના નબળા સુપરવિઝન અંગે ગંભીર નોંધ લેવામાં આવશે.
  • પોલીસ સ્ટેશનમાં પણ આ બાબતે અધિકારી દ્વારા સતત ત્રણ દિવસ સુધી તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓને સૂચના આપવામાં આવે તેમજ ઉપરોક્ત બાબતોથી તમામને અવગત કરવામાં આવે તે સુનિશ્ચિત કરવું.

મહત્વનું છે કે, અમદાવાદનાં ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માત બાદ ટ્રાફિક પોલીસ સતર્ક થઈ છે અને ટ્રાફિકના નિયમોના ચુસ્ત પાલન માટે સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે તેવામાં હવે DGP દ્વારા પોલીસ અધિકારીઓ માટે ટ્રાફિક નિયમોની અમલવારી ફરજિયાત કરતો પરિરત્ર જાહેર કરાયા બાદ પોલીસ બેડામાં ફફડાટ વ્યાપ્યો છે. ત્યારે હવે જોવું રહ્યું કે શું પોલીસ કર્મચારીઓ DGP ના આદેશોનું ચુસ્તપણે પાલન કરે છે કે, તેમના આદેશને ઘોળીને પી જાય છે?

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular