Thursday, April 24, 2025
HomeGujaratBhavnagarભાવનગરઃ રખડતાં ઢોરે વધુ બેના જીવ લીધા. હજી કેટલાના મૃત્યુ પછી તંત્ર...

ભાવનગરઃ રખડતાં ઢોરે વધુ બેના જીવ લીધા. હજી કેટલાના મૃત્યુ પછી તંત્ર જાગશે?

- Advertisement -

નવજીવન ન્યૂઝ ભાવનગર: Bhavnagar News: દિવસે ને દિવસે રખડતા ઢોરનો આતંક (Stray Cattle Menace) વધતો જોવા મળી રહ્યો છે. રખડતા ઢોર મુદ્દે હાઇકોર્ટની (Gujarat High Court) આકરી ટકોર બાદ પણ ભાવનગરનાં (Bhavnagar) તંત્રની બેદરકારી સામે આવી છે. ભાવનગરમાં એક જ દિવસમાં 2 લોકોને રખડતાં ઢોરે ફંગોળ્યા હોવાની ઘટના બની છે. જેમાં બંનેના કરૂણ મોત નિપજતાં લોકોએ તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠાવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગરમાં રખડતા ઢોરનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. જેમાં ધોળા દહાડે યમરાજ બનીને રખડતાં ઢોરે એક જ દિવસમાં બે લોકોને અડફેટે લીધા હતા. જેમાં બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હોવાને કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જેને કારણે બંને પરિવારમાં શોકનો માહોલ છવાયેલો છે. સાથે જ શહેરના લોકો પણ તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.

- Advertisement -

ઘટનાની વિગતે વાત કરીએ તો, પ્રથમ ઘટના ભાવનગર શહેરના ટોપ થ્રી સર્કલ વિસ્તારમાં બની હતી. જેનો શિકાર એક વૃદ્ધ બન્યા હતા. 70 વર્ષના આ વૃદ્ધ બાબુભાઈ માધુભાઈ વાઘેલા ટોપ થ્રી સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન એક રખડતાં ઢોરે તેમને અડફેટે લઈ જમીન પર પછાડી દીધા હતા. તરત જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેમને સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ ગંભીર ઇજાઓ થઈ હોવાથી સારવાર દરમિયાન જ તેમનું મૃત્યુ થયું હતું.

બીજી ઘટના ભાવનગરના સિહોરમાં બની હતી. જેમાં આંબલા ગામના જગદીશભાઈ દેવજીભાઈ ડાભી નામના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. જગદીશ પોતાની બાઈક લઈને પસાર થતો હતો ત્યારે રખડતાં ઢોરે અચાનક બાઈકને અડફેટે લીધી હતી અને જગદીશ જમીન પર પટકાયો હતો. સાથે જ બાઈક પણ ધડાકાભેર જમીન પર અથડાતા બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો હતો. યુવકને પણ ગંભીર ઇજાઓ થઈ હોવાથી 108 દ્વારા તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પર હાજર રહેલા તબીબે સારવાર દરમિયાન જગદીશને મૃત જાહેર કર્યો હતો. જેનું કારણ, તેને થયેલી ગંભીર ઇજાઓ હતું.

મહત્ત્વનું છે કે, હાઇકોર્ટની આકરી ફટકાર બાદ પણ હજી શહેરોમાં જાહેર રસ્તાઓ પર રખડતાં ઢોરનો આતંક યથાવત્ જોવા મળી રહ્યો છે. જેને કારણે લોકોએ જીવ ગુમાવ્યો હોવાના આંકડાઓમાં પણ દિવસે ને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે. એક તરફ સરકાર પર આ મુદ્દે હાઇકોર્ટનું આકરું વલણ જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે. આવી વિરોધાભાસ પરિસ્થિતિને કારણે લોકમુખે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે, તંત્ર કદાચ હાઇકોર્ટની નોટિસને પણ ઘોળીને પી ગયું હશે? હવે આવી ઘટનાઓ બાદ એક જ સવાલ લોકોને સતાવે છે કે, હજી કેટલા લોકોના મૃત્યુ પછી તંત્રનાં પેટનું પાણી હલશે? તંત્ર ક્યારે જાગશે?

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular