Friday, April 17, 2026
HomeGujaratGandhinagarતાલુકા પંચાયતના સભ્યોને ઉઠાવી લઈ જવા મુદ્દે રાજકારણમાં ગરમાવો, કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ...

તાલુકા પંચાયતના સભ્યોને ઉઠાવી લઈ જવા મુદ્દે રાજકારણમાં ગરમાવો, કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની રાષ્ટ્રપતિને આવેદન આપવાની ચીમકી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. કલોલ: Kalol News: તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું છે. તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે, ત્યારે રાજકીય માહોલ ડહોળાઈ જવા જેવી સ્થિતિ ઊભી થઈ છે. કોંગ્રેસ (Congress) પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ (Shaktisinh Gohil) કોંગ્રેસના 3 સભ્યોને ઉઠાઈ જવા મુદ્દે આકરા પાણીએ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત વિગત અનુસાર, આજે કલોલ તાલકા પંચાયતની (Kalol Taluka Panchayat) ચૂંટણીનું મતદાન થવા જઈ રહ્યું છે, જ્યારે આજે કલોલ તાલુકા અને જીલ્લા પંચાયતની ચૂંટણીને લઈ આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે, ત્યારે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસનાં ત્રણ સભ્યોને ચૂંટણી પહેલા ઉઠાવી ગઈ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. તેમજ શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, કલોલ તાલુકા પંચાયતમાં કોંગ્રેસની બહુમતી હોવાથી પોલીસે 3 સભ્યોને ઉઠાવી લીધા છે. કોંગ્રેસ પાસે 15 સભ્યો છે જ્યારે ભાજપ પાસે 11 સભ્યો છે. કલોલ તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી હોવાથી પોલીસ હેરાન પરેશાન કરી રહી હોવાનું પણ જણાવ્યું હતું. કોંગ્રેસનાં સભ્યો સાથે બળજબરી કરી ગાડીમાં બેસાડવાની પણ શક્તિસિંહ ગોહિલે વાત કરી હતી. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે ટ્વિટર(X) પર શેર કરેલા વિડીયોમાં આ પ્રકારના આક્ષેપ કર્યા હતા. વિડીયોમાં જોઈ શકાય છે, સભ્યોને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડવામાં આવી રહ્યા છે.

- Advertisement -

વધુમાં પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે, તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હોવાથી પોલીસ ગઈકાલ રાતથી કોંગ્રેસ સભ્યોને હેરાન કરી રહી છે. ભૂપેન્દ્ર પટેલ જો આવી કનડગત બંધ નહીં થાય તો આજે ગાંધીનગર ખાતે રાષ્ટ્રપતિને આવેદન પત્ર આપીશું. તેમજ આ પ્રકારની કનડગત લોકશાહીની હત્યા હોવાનું પણ કહ્યું હતું. આ મુદ્દે જરૂર જણાયે સુપ્રીમ સુધી પણ લડી લેવાની તૈયારી શક્તિસિંહ ગોહિલે દર્શાવી હતી.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular