નવજીવન ન્યૂઝ. અમદાવાદ: દેશમાં વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024) યોજાવાની છે. તેમજ આ વર્ષના અંતમાં પાંચ રાજ્યોમાં વિઘાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. ત્યારે હવે કોંગ્રેસે પૂર જોશમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વર્ષ 2022માં વિધાનસભાની ચૂટણીમાં હાર બાદ ગુજરાતના પ્રભારી તરીકે રધુ શર્માએ રાજીનામું આપ્યું હતુ. થોડા મહીના અગાઉ ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની (Shaktisinh Gohil) નિમણૂક થયા બાદ ગુજરાતનાં કોંગ્રેસની ખાલી પડેલી પ્રભારની જગ્યા પર સાંસદ મુકુલ વાસનિકની (Mukul Wasnik) નિમણૂક કરવામાં આવી આવી છે. હવે ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી મુકુલ વાસનિક 27મી ઓગસ્ટે ગુજરાતના પ્રવાસે આવી પોતે વિધવત ચાર્જ સંભાળશે. તેમના કાર્યકમની તડામાર તૈયારી કોગ્રેસે શરૂ કરી દીધી છે. ગુજરાત કોંગ્રેસના કન્વિનર અને પ્રવક્તા મનીષ દોશીએ નવા પ્રભારીના કાર્યક્રમના રૂપરેખા જણાવી હતી.
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, “ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી મુકુલ વાસનિક 27મી ઓગસ્ટે રવિવારે સવારે 11:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવશે. ત્યારે પ્રદેશ કોંગ્રેસ નેતાઓ અને આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. એરપોર્ટથી ગુજરાત કોંગ્રેસ પક્ષની વિદ્યાર્થી પાંખ NSUI અને યુથ કોંગ્રેસનાં યુવાનોની મોટી સંખ્યામાં બાઇક રેલીમાં જોડાઈ તેઓ સાબરમતી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સીધા રાજીવ ગાંઘી ભવન પહોંચી વિધીવત રીતે પ્રભારીનો ચાર્જ સંભાળશે. ત્યારબાદ ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ વિસ્તૃત કારોબારીમાં હાજરી આપી વન ટુ વન બેઠક કરશે અને મોડી સાંજે તેઓ દિલ્લી પરત ફરશે.
ગુજરાત કોંગ્રેસનાં નવા પ્રભારી મુકુલ વાસનિક કોણ છે ?
27 સપ્ટેમ્બર 1959ના રોજ મહારાષ્ટ્રના બૌદ્ધ પરિવારમાં જન્મેલા મુકુલ વાસનિકના પિતાનું નામ બાલકૃષ્ણ વાસનિક છે. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ લઈને NSUI સાથે જોડાઈને રાજકીય કરિયર શરૂ કરી હતી. પિતા રાજકારણમાં હોવાથી તેમના પગલે મુકુલ વાસનિક પણ રાજનીતિમાં આવ્યા હતા. પિતા બાલકૃષ્ણની જ પરંપરાગત બેઠક પરથી ત્રણવાર સાંસદ તરીકે ચૂંટાયા આવ્યા હતા. તેઓ માત્ર 25 વર્ષની ઉંમરે બુલઢાણાની સીટ પરથી લોકસભા ચૂંટણી લડીને સાંસદ બન્યાં હતાં. મુકુલ વાસનિક સૌથી નાની વયે સાંસદ બનનારા નેતા છે અને તેમણે પિતાનો રેકોર્ડ તોડીને માત્ર 25 વર્ષની ઉંમરે એ જ બુલઢાણા બેઠક પરથી સાંસદ બનવાનો રેકોર્ડ સ્થાપ્યો હતો. વર્ષ 1984થી 1986 સુધી તેઓ NSUIના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહ્યાં છે. એ પછી તેમને 1988-90 દરમિયાન યુથ કોંગ્રેસના અધ્યક્ષ બનાવાયા હતા. તેઓ કેન્દ્રની યુપીએ સરકારમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી પણ રહી ચૂક્યાં છે. વર્ષ 2009થી 2014 સુધી તેમણે મહારાષ્ટ્રની રામટેક બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહાસચિવ પણ છે. તેમજ રાજીવ ગાંધી ફાઉન્ડેશનના સભ્ય પણ છે. જૂન 2022માં તેમને રાજસ્થાનથી રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








