Friday, May 1, 2026
HomeGeneralભાજપના વરિષ્ઠ નેતા આઇ.કે.જાડેજાને હાર્ટ અટેક: યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ

ભાજપના વરિષ્ઠ નેતા આઇ.કે.જાડેજાને હાર્ટ અટેક: યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદ:
ભાજપના વરિષ્ઠ નેતા આઇ.કે.જાડેજાને હાર્ટ એટેક આવતા તેમને સારવાર માટે યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તબીબી સૂત્રો અનુસાર આઇ.કે.જાડેજા ની તબિયત હાલ સ્થિર છે. જોકે તેમના વધુ રિપોર્ટ બાદ તેમની આગળની સારવાર શરૂ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આઇ.કે.જાડેજા અગાઉ પણ વર્ષ ૨૦૨૧ માં કોરોનાની બીજી લહેર વખતે કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. જે દરમિયાન પણ તેમને સારવાર માટે યુ એન મહેતા હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની તબિયત સુધારા પર આવ્યા પછી તેમને રજા આપવામાં આવી હતી.

- Advertisement -



હાલમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસ માં હતા ત્યારે તેમણે આઇ.કે.જાડેજાની કામગીરીને લઇ તેમની પ્રશંસા કરી હતી. આઇ.કે.જાડેજા એ પણ ઉચ્ચ નેતાગીરી દ્વારા થયેલી પોતાની પ્રશંસા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સોશિયલ મીડિયા પર આભાર માન્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઈકે જાડેજાની કામગીરીને લઇ તેમની પ્રશંસા કરતાં અન્ય કાર્યકરોને પણ તેમના કાર્ય પદ્ધતિ પરથી શીખ લેવાની નસિયત આપી હતી.

- Advertisement -




- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular