Friday, May 1, 2026
HomeGeneralભાજપના કોર્પોરેટર અને વોર્ડ મંત્રી વચ્ચે તું..તું..મેં..મેં: કામ ન કરે તો બે...

ભાજપના કોર્પોરેટર અને વોર્ડ મંત્રી વચ્ચે તું..તું..મેં..મેં: કામ ન કરે તો બે લાફા મારીને કામ કરાવીશું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરા: વડોદરામાં વોર્ડ મહિલા મંત્રી અને કોર્પોરેટર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જો કે આ બોલાચાલી દરમિયાન મહિલા વોર્ડ મંત્રીએ કામ ન કરે તો બે લાફા મારીને કારવીશું તેમ કહેતા મામલો બીચક્યો હતો.



માહિતી મુજબ, વડોદરાના નવાપુરાની છોટાભાઇ ટેરેસ સોસાઇટીમાં ભાજપના વોર્ડ નંબર 13ના મહિલા મંત્રી ભાનુબેન શ્રીમાળી રહે છે. આ સોસાયટીમાં એક મહિના અગાઉ ગેસની પાઇપ લાઇન નાખવા માટે ખાડા ખોદવામાં આવ્યા હતા. કામ પૂરું થતાં ખાડા પુરવામાં આવ્યા હતા જેના પર પેચવર્ક કરવાનું બાકી હતું.

ગઇકાલે જ્યારે સોસાયટીમાં જ્યારે પેચવર્ક માટે ડાંમર અને રોલર આવ્યું તો સોસાયટીની જગ્યાએ વોર્ડ મંત્રીના ઘરની બહાર પાર્કિંગની જગ્યામાં કામ શરૂ કરતાં સ્થાનિક લોકો એકત્રિત થઈ ગયા હતા અને આ બનાવ અંગે કોર્પોરેટરને જાણ કરી હતી.



ઘટનાની જાણ થતાં કોર્પોરેટરને જાગૃતિબેન કાકા, જ્યોતિબેન પટેલ અને વોર્ડ પ્રમુખ મનીષ વાઘ આવી પહોંચ્યા હતા. તે દરમિયાન ભાનુબેનએ કોર્પોરેટર જાગૃતિબેનને કામ નહીં કરતાં હોવાનું કહીને બોલાચાલી કરી હતી. ઉપરાંત મહિલા વોર્ડ મંત્રીએ કહ્યું કે જો કામ ન કરે તો બે લાફા મારીને કામ કરાવીશું. જેના વળતાં જવાબમાં કોર્પોરેટરએ કહ્યું હતું કે અમે અહીંયા લાફા ખાવા નથી આવતા.

- Advertisement -

આ મામલે મહિલા વોર્ડ મંત્રીએ જણાવ્યુ હતું કે ગાડી પાર્ક કરીએ છીએ ત્યાં રોડ ખરબચડો થતાં ધર્મેશ પટણીને રજુઆત કરી હતી. તેથી પેચવર્ક કરાવી આપ્યું હતું. જાગૃતિબેને મારી સાથે બોલાચાલી કરી પોલીસ બોલાવવાની ધમકી આપી હતી.




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular