નવજીવન ન્યઝ. મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના જબલપુરના ડુમના એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી છે. દિલ્હીથી આવી રહેલું એક પ્લેન એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે નિયંત્રણ ગુમાવ્યું હતું. એલાયન્સ એરનું પ્લેન રનવે પરથી ઉતરતાની રન વેથી નીચે ઉતરી ગયું હતું. આ વિમાનમાં 55 મુસાફરો સવાર હતા. હાલમાં દરેક સુરક્ષિત છે.
લેન્ડિંગ વખતે પ્લેન રનવે પરથી સરકી જતાં પાઇલોટે સમજદારી બતાવીને બાદમાં પ્લેનને રનવે પર લાવ્યું હતું. ડાયરેક્ટર જનરલ સિવિલ એવિએશન (DGCA)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, એલાયન્સ એર ફ્લાઇટમાં 55 મુસાફરો અને પાંચ ક્રૂ મેમ્બર સવાર હતા. ડીજીસીએ આ મામલે તપાસ શરૂ કરી છે. દિલ્હીથી જબલપુર જતી એલાયન્સ એરની ફ્લાઈટ નંબર E-9167 સાથે શનિવારે બપોરે આ અકસ્માત થયો હતો. લેન્ડિંગ બાદ તરત જ એરક્રાફ્ટ બેકાબૂ રીતે રનવે પરથી ઉતરી ગયું હતું. દુર્ઘટના બાદ પ્લેનમાં હાજર મુસાફરો હજુ પણ ડરી ગયા હતા. રાહતની વાત એ છે કે કોઈ મુસાફરને ઈજા થઈ નથી.

પ્લેન રન વે પરથી ઉતારી જવાના કારણે એરક્રાફ્ટના આગળના ભાગમાં ફીટ કરવામાં આવેલુ લેન્ડિંગ ફ્રન્ટ વ્હીલ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓને આ સમાચાર મળતા જ તેઓ તરત જ રનવે પર પહોંચી ગયા હતા. સાવચેતીના ભાગરૂપે એરપોર્ટ અધિકારીઓએ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડને રનવે પર બોલાવી હતી. આ ઘટનાને કારણે એરપોર્ટ પરની કામગીરી ચાર-પાંચ કલાક માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. ફ્લાઇટ સવારે 11:30 વાગ્યે દિલ્હીથી ટેકઓફ થઈ અને 1:15 વાગ્યે જબલપુરમાં લેન્ડ થઈ. પ્લેન રનવે પરથી કેવી રીતે સરકી ગયું અને અકસ્માત કેવી રીતે થયો તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. હાલમાં, એરપોર્ટ અધિકારીઓ દ્વારા ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં જ ઘટનાનું કારણ શોધી કાઢવામાં આવશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












