તોફીક ઘાંચી (નવજીવન ન્યૂઝ. અમદાવાદ) : દેશમાં સૌથી મોટો દરિયા કિનારો ગુજરાતમાં (Gujarat)આવેલો છે, જે 1600 કિ. મી થી વધુ લાંબો છે. આ કિનારા પર મીઠા ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, બંદર, પોર્ટ હોવાથી લાખો લોકો રોજગારી મેળવી રહ્યા છે અને સુંદર બીચ હોવાથી સહેલાણીયો પ્રવાસે જઈ આનંદ માણે છે. હાલ રાજ્યમાં આઠ જેટલાં બીચ (beach) અસ્તિત્વ ઘરાવે છે. ત્યારે કોંગ્રેસે (Congress) જણાવ્યું છે કે બીચનું ધોવાણ થવાથી અને કાંપ-કીચડ બનતો હોવાથી દરિયા કિનારા નામશેષ થઈ જાય તેની શક્યતાઓ રહેલી છે.
મહત્વની વાત છે ક રાજ્યસભામાં પૂછાયેલા એક સવાલમાં કાંપ -કીચડનાં કારણે ગુજરાતમાં બ્લુ ફ્લેગ બીચ ગાયબ થતા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. જયારે માંડવી, તિથલ, દાંડી, ઉભરાટ, સુવલી અને ડાભરીનો બીચ કાંપ, કીચડ અને કચરો ભરાવાથી ગાયબ થવાના આરે હોવાના લિસ્ટમાં છે.
ત્યારે રાજીવગાંધી ભવન પાલડી ખાતે કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડીયાએ પત્રકારોની પરિષદને સંબોધન કરતાં જણાવ્યું કે, રાજ્યસભાનાં આંકડા મુજબ ગુજરાતમાં દેશનાં કુલ 1945.6 ઘરાવે છે. જેમાંનો 537.5 કિલોમીટર જેટલો ભાગ કાદવ -કીચડ -કાંપનાં કારણે દરિયાકિનારો ધોવાણ પામે છે. જે રાજ્યસભામાં સરકારને પૂછેલા સવાલના જવાબમાં સરકાર સ્વીકારે છે. તેમજ સામે આવ્યું છે કે ગુજરાત રાજ્યના આઠ જેટલાં બીચ આવી પરિસ્થિતિનાં કારણે નુકસાન વેઠી રહ્યા છે.
વધુમાં તેમણે કેન્દ્ર સરકારની કાંપ-કીચડ ઘોવાણ અટકાવવા માટે સેન્ટ્રલ સેક્ટર પ્લાન સ્કીમ હેઠળ ત્રણ રાજ્યો કેરળ, પુડ્ડુચેરી અને તામિલનાડુ પસંદ થયેલા છે. પણ દેશમાં સૌથી મોટો દરિયા કિનારો ગુજરાતમાં હોવા છતાં એક પણ વિસ્તાર કે સાઈડ પસંદ થયેલી નથી. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારની પર્યાવરણ પ્રત્યે, જીવોને થઈ રહેલા નુકસાન અને ખાસ માછીમારી કરી ગુજરાન ચલાવી પોતાનું પેટ ભરનાર સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર અન્યાય કરી રહી હોવાના આક્ષેપ કર્યા હતા. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે ઘોવાણના લીધે સમુદ્રી પાણીનું સ્તર વધવાથી અને ક્લામેંટ ચેન્જના લીધે પર્યાવરણને નુકસાન થવાથી જનજીવનને માઢી અસર પડશે.