નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાત એ.ટી.એસ (Gujarat ATS) ના પોલીસકર્મીના રિસ્ક એલાઉન્સ (Risk allowance) અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંધવી (Home Minister Harsh Sanghvi) એ લીલી ઝંડી આપી છે. ગુજરાતમાં ડ્રગ્સની માફિયાઓની સામે બાથ ભીડનારા એ.ટી.એસ.ના પોલીસકર્મીઓ માટે રાજ્ય સરકાર આગામી સમયમાં વટહુકમ બહાર પાડશે. રાજ્ય સરકાર આ વટહુકમથી એટીએસના કર્મચારીઓની લાંબા સમયથી પડતર રહેલી માંગનો ઉકેલ આવી શકે છે. જેમાં પાંચમા પગાર પંચ પ્રમાણે બેઝિક પગારના 45 ટકા રિસ્ક એલાઉન્સ આપવા આવશે.
કેટલું મળશે રિસ્ક એલાઉન્સ
આંતરરાષ્ટ્રીય ડ્રગ્સના નેટવર્કને તોડવા માટે ગુજરાત એ.ટી.એસ.ના પોલીસકર્મી જીવના જોખમે ઓપરેશન પાર પાડતા હોય છે. ઉપરાંત રાજ્યની સુરક્ષા અંતર્ગત પણ મોટા ઓપરેશનો પણ તેઓ પાર પાડતા હોય છે. જેના કારણે એ.ટી.એસ.ના અધિકારીઓ, કર્મચારીઓ અને જવાનો પર અને તેમના પરિવાર પર પણ જોખમમાં વધારો થયો છે. જેને લઇને રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, ગુજરાત એ.ટી.એસ.ના કર્મચારીઓને રિસ્ક એલાઉન્સમાં પાંચમા પગાર પંચ પ્રમાણે બેઝિક પગારના 45 ટકા જેટલું આપવામાં આવશે. જેનો સત્તાવાર વટહુકમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાતમાં 3500 કરોડનું નાર્કોટિક્સ પકડનાર DySP ભાવેશ રોજીયા પોલીસમાં કેમ જોડાયા? તેમના સ્થાને ATSમાં આવેલા એસ એલ ચૌધરી કોણ છે? જાણો
ગુજરાતની ત્રીજી એજન્સીને મળશે રિસ્ક એલાઉન્સ
હાલમાં આ રિસ્ક એલાઉન્સ માત્ર મુખ્યમંત્રીની સુરક્ષામાં ફરજ બજાવનારા કર્મચારીઓને અને ચેતક કમાન્ડોને જ આપવામાં આવતું હતું. બીજીબાજુ દરિયાઈ માર્ગેથી થતી માદક દ્રવ્યોની ઘૂસણખોરી સહિતની રાષ્ટ્રીય અને રાજ્ય વિરોધી પ્રવૃત્તિઓનું સ્વરૂપ દિવસેને દિવસે બદલાતું રહે છે. ત્યારે ગુજરાત એ.ટી.એસ .છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ માફિયાઓ સાથે બાથ ભીડીને નાર્કો ટેરરનું નેટવર્ક તોડવામાં સફળ રહી હતી. જેના કારણે કર્મચારીઓ અને તેમના પરીવારો પર પણ જોખમ વધ્યું છે. જીવના જોખમે થતા ઓપરેશન માટે કર્મચારીઓને પ્રોત્સાહન આપવું જરૂરી હોવાના કારણે આ રિસ્ક અલાઉન્સનો મુદ્દો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂ કર્યો હતો અને ત્યારબાદ મુખ્યમંત્રીએ લીલીઝંડી આપી દીધી હતી. ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોસ્ટલ ઈન્ટર્નલ સિક્યુરિટીની રિવ્યુ બેઠકમાં રિસ્ક અલાઉન્સની જાહેરાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત એ.ટી.એસ. ત્રીજી એજન્સી હશે જેને રીસ્ક અલાઉન્સ આપવામાં આવશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








