નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતીઓ ક્રિકેટના ખુબ શોખીન હોય છે. તેવામાં આ વર્ષે IPLની શરૂઆત ગુજરાતના આંગણે થવા જઈ રહી છે. IPLની પ્રથમ મેચ આગામી 31 માર્ચે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) પર રમાવાની છે. આ મેચમાં ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) વચ્ચે રમાવવાની છે. આ મેચની ટિકિટ અત્યારથી જ હાઉસ ફુલ થઈ ગઈ છે. પ્રથમ મેચની ટીકીટના વેચાણના એક-બે દિવસમાં જ હાઉસ ફુલ થઈ હતી. જેથી મોટી સંખ્યામાં પ્રક્ષકો મેચ જોવા આવી શકે તેવો અંદોજો છે. ત્યારે આઈ.પી.એલ. મેચ જોવા જઈ રહેલા લોકોને ટ્રાફિકની સમસ્યાને ધ્યાને રાખી અમદાવાદ મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
IPLમાં ગુજરાત ટાઈટન્સની મોટા ભાગની મેચ અમદાવાદ ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાખવામાં આવી છે. આ મેચ જોવા આવી રહેલા પ્રેક્ષકોને ટ્રાફિકની સમસ્યામાં ન અટવાય માટે અમદાવાદ મેટ્રો દ્વારા IPLચાલે ત્યાં સુધી રાત્રે 1:30 વાગ્યા સુધી મેટ્રો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મેચ જોવા જનારા લોકોને મુશ્કેલી ન પડે તે માટે આ નિર્ણય જાહેર કરાયો છે. મહત્વની વાત છે કે હાલમાં મેટ્રોનો સમય સવારે 7થી રાત્રિના 10 વાગ્યા સુધીનો છે.
IPL દરમિયાન પ્રેક્ષકોને સ્ટેડિયમ પર આવવા અને ઘરે પરત પહોંચવામાં મુશ્કેલી ન પડે તે માટે રાત્રિના દોઢ વાગ્યા સુધી મેટ્રો ચાલુ રહેશે. મહત્વની વાત છે કે સ્ટેડિયમની નજીક જ મોટેરા સ્ટેડિયમ મેટ્રોનું સ્ટેશન આવેલું છે. સામાન્ય રીતે મોટેરા સ્ટેડિયમમાં જ્યારે મેચનું આયોજન હોય છે ત્યારે સમગ્ર વિસ્તારમાં ટ્રાફિકની મોટી સમસ્યાઓ સર્જાતી હોય છે. પરંતુ મેટ્રોની સેવા મોડે સુધી ચાલુ રહેવાથી મેચ જોવા જઈ રહેલો પ્રેક્ષકોને અમદાવાદના ટ્રાફિકનો સામનો કરવાનો વારો નહીં આવે.
Tag: Ahmedabad Metro Timings Changed Due to match
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








