Friday, April 17, 2026
HomeGujaratગુજરાત ATS અને ICGનું મોટું ઓપરેશન: મધદરિયે 425 કરોડના ડ્રગ્સ સાથે 5ને...

ગુજરાત ATS અને ICGનું મોટું ઓપરેશન: મધદરિયે 425 કરોડના ડ્રગ્સ સાથે 5ને દબોચ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાત ATS (Gujarat ATS) અને ભારતીય કોસ્ટ ગાર્ડ (Indian Coast Guard) દ્વારા માહિતીના આધારે ભારતીય જળસીમામાં એક ઈરાની બોટમાંથી 61 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ઈરાની બોટમાંથી 5 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. ઝડપાયેલા ડ્રગ્સની અંદાજીત બજાર કિંમત રૂપિયા 425 કરોડ હોવાનું સામે આવ્યું છે. ઈરાની બોટ અને પાંચ આરોપીને ગઈકાલ રાત્રે ઓખા બંદરે લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગત અનુસાર, ગુજરાત ATSને ગુપ્ત માહિતી મળી હતી કે ગુજરાતમાં દરિયાઈ માર્ગે ડ્રગ્સનો મોટો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. મધદરિયે ઓપરેશન પાર પાડવા માટે ગુજરાત ATS અને ગુજરાત કોસ્ટ ગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ડ્રગ્સને ઝડપી પાડવા માટે ગુજરાત કોસ્ટ ગાર્ડના મીરા બહેન અને અભિક જહાજને અરબી સમુદ્રમાં પેટ્રોલિંગ માટે તૈનાત કરવામાં આવ્યા હતા.

- Advertisement -

આ દરમિયાન ઓખા કિનારાથી 190 માઈલ દૂર એક શંકાસ્પદ બોટ દેખાઈ હતી. આ બોટને અટકાવવાનો પ્રયત્ન કરવામાં આવતા બોટને ઈન્ડિયન મરીનલાઈન બહાર ભાગવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ બોટનો પીછો કરીને ગુજરાત કોસ્ટ ગાર્ડના જહાજ દ્વારા શંકાસ્પદ બોટને અટકાવવામાં આવી હતી. સુરક્ષાકર્મી દ્વારા શંકાસ્પદ બોટની તલાસી લેતા તેમાંથી 61 કિલો ડ્રગ્સ સાથે 5 ક્રુ મેમ્બર મળી આવ્યા હતા. ડ્રગ્સના જથ્થા સાથે પાંચે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ માટે ઓખા બંદરે લાવવામાં આવ્યા હતા. આ બોટ ઈરાની હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત ATS અને ગુજરાત કોસ્ટ ગાર્ડએ સંયુક્ત ઓપરેશન કરી છેલ્લા અઢાર મહિનામાં 8 વિદેશી બોટને ઝડપીને 407 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેની કિંમત રૂપિયા 2355 કરોડની છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 3500 કરોડનું નાર્કોટિક્સ પકડનાર DySP ભાવેશ રોજીયા પોલીસમાં કેમ જોડાયા? તેમના સ્થાને ATSમાં આવેલા એસ એલ ચૌધરી કોણ છે? જાણો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular