નવજીવન ન્યૂઝ. અમદાવાદ: સામાન્ય રીતે પોલીસ અધિકારી કે કર્મચારી ગમે તેટલું સારું કામ કરે પણ તેમની યોગ્ય કદર કરવામાં આવતી નથી. આ પોલીસ અધિકારીઓએ અને કર્મચારીઓ અન્ય રાજ્યોમાં જઈને પણ આરોપી પકડી આવે છે અને પોતાની કુશળતા અને સંપર્કોના કારણે ઘણી વાર દેશ વિરોધી પ્રવૃત્તિઓ થાય તે પહેલા જ તેને અટકાવવામાં તેઓને સફળતા મળે છે. આવા અધિકારીઓએ અને કર્મચારીઓની જ્યારે સરકાર કદર કરે છે, ત્યારે તેઓની કામ કરવાની ક્ષમતામાં બમણો વધારો થઈ જાય છે. ગુજરાત ATSમાં (Gujarat ATS) ફરજ બજાવતા DySP શંકર ચૌધરીની (S L Chaudhary) પણ સરકાર દ્વારા આવી રીતે જ કદર કરવાં આવી છે અને તેમને ‘અસાધારણ આસૂચના કુશળતા પદક‘ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
DySP એસ. એલ. ચૌધરીને જે એવોર્ડ દ્વારા સન્માનીત કરવામાં આવ્યા છે, તે કેન્દ્રિય ગૃહ વિભાગ દ્વારા એનાયત કરવામાં આવે છે. આ એવોર્ડ ઇંટેલિજન્સ એજન્સીમ કામ કરતાં કર્મચારીઓ અને રાજ્ય સરકારમાં પોલીસની સ્પેસિયલ બ્રાંચમાં ફરજ બજાવતા કર્મચારીઓને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ એનાયત કરવામાં આવે છે.
ગુજરાત ATSમાં ફરજ બજાવતા DySP એસ. એલ. ચૌધરી અને તેની ટીમ દ્વારા તાજેતરમાં જ ઘણા સફળ ઓપરેશન કરવામાં આવ્યા હતા, જેમાં મોટાભાગે નાર્કોટિક્સ સંબંધિત ગુનાઓ શોધવામાં ગુજરાત ATSને સફળતા મળી છે. આ ઓપરેશન દરમિયાન પોલીસે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાં આવતા અટકાવ્યું હતું. આ ઉપરાંત DySP એસ. એલ. ચૌધરીની ટીમ દ્વારા પોરબંદરમાંથી આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરસન પ્રોવીન્સ (ISKP) સાથે સંકળાયેલા કેટલાક વ્યક્તિઓની પણ ધરપકડ કરી હતી. તેમના આવા સફળ ઓપરેશનના કારણે જ તેમને આ એવોર્ડ એનાયત કરવામાં આવી રહ્યો છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796