Gujarat received 31 inches of rainfall during the monsoon season : રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન કુલ એકંદર ૩૧ ઇંચ વરસાદ નોંધાયો છે. જે રાજ્યના મોસમના સરેરાશ વરસાદની સામે 88 ટકા જેટલો થાય છે. ઝોન વાઇઝ સ્થિતિ જોતાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 113.52 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં 88.57 ટકા, ઉત્તર ગુજરાતમાં 70.33 ટકા, સૌરાષ્ટ્રમાં 67.86 ટકા અને કચ્છ ઝોનમાં 57.16 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
સરદાર સરોવર નર્મદા ડેમ (Sardar Sarovar Narmada Dam) તેની કુલ સંગ્રહ ક્ષમતાના 96 ટકા જેટલો ભરાઈ ચૂક્યો છે. જ્યારે રાજ્યના 206 જળાશયોમાં કુલ ક્ષમતાના 70.49 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. હાલ રાજ્યના 30 ડેમ સંપૂર્ણ રીતે ભરાયેલા છે. 38 ડેમ 70 થી 100 ટકા, 25 ડેમ 50 થી 70 ટકા, 40 ડેમ 25 થી 50 ટકા અને 73 ડેમ 25 ટકાથી નીચે ભરાયેલા છે. જળસંગ્રહના આધારે 45 ડેમ હાઇ એલર્ટ, 13 ડેમ એલર્ટ અને 10 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે.








