નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad Crime News: તાજેતરમાં જ એક વેબ સીરિઝ આવી હતી જેનું નામ હતું ‘ફરઝી’ (Farzi). આ વેબ સિરીઝમાં નાયક પોતાના મોજશોખ પૂરા કરવા શોર્ટકટ અપનાવીને પૈસા કમાવવાની લાલચે નકલી નોટો છાપે છે અને મોજશોખ પૂરા કરે છે, આવી જ રીતે અમદાવાદમાં (Ahmedabad)પણ કેટલાક વ્યક્તિઓ નકલી ચલણી નોટો છાપતાં (Fake Note printing factory) હોય તેવું ગુજરાત ATSને (Gujarat ATS) ધ્યાને આવતા એ.ટી.એસ. દ્વારા દરોડો કરવામાં આવ્યો તો. જેમાં નકલી નોટ છાપતા હોવાનું સામે આવતા આજે ગુજરાત ATS દ્વારા 4 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ પાસેથી 500 રૂપિયાના ચલણની 48 હજાર રૂપિયાની નકલી ચલણી નોટો, એક સાઈડ છાપેલી નોટો અને પ્રિન્ટર જેવી વસ્તુઓ પોલીસે કબ્જે કરી છે.
ઘટનાની વિગત એવી છે કે ગુજરાત ATSમાં ફરજ બજાવતે DySP એસ. એલ. ચૌધરીને બાતમી મળી હતી કે અમદાવાદનાં ફતેવાડી વિસ્તારમાં એક ભાડાના મકાનમાં રહેતા વ્યક્તિઓ મકાનમાં ઉપરના માળે નકલી નોટ છાપે છે અને બાદમાં આ નકલી ચલણી નોટો બજારમાં ફરતી કરી દે છે. આ બાતમીના આધારે ગુજરાત ATSના પોલીસ ઈન્સ્પેકટર બી. એચ. કોરાટ, પી.એસ.આઇ. એ. આર. ચૌધરીની ટીમ દ્વારા અમદાવાદનાં ફતેવાડી વિસ્તારમાં સહેજાદ પાર્કમાં આવેલા એક મકાનમાં રેડ કરવામાં આવી હતી.
રેડ દરમિયાન મુખ્ય આરોપી આરિફ મકરાણી અને તેના સાગરીતો ફૈઝાન મોમીન, મુજમીલ શેખ અને અસલમ શેખ નામના વ્યક્તિઓ પાસેથી 500ના દરની 96 નોટ એટલે કે 48,000 રૂપિયાની નકલી ચલણી નોટો, રૂપિયા 500ના દરની એક સાઈડ છાપેલી 26 નોટો અને બનાવટી નોટ છાપવા માટે કલર પ્રિન્ટર મળી આવ્યું હતું. ત્યાર બાદ પોલીસ આ સફામ જપ્ત કરીને ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી.








