નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ગુજરાત એટીએસ (Gujarat ATS) દ્વારા હાલમાં જ કચ્છના (Kutch) એક સહદેવસિંહ ગોહિલ નામના 28 વર્ષના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. આ શખ્સ પાકિસ્તાની એજન્ટના સંપર્કમાં હતો અને તે તેને દેશની ગોપનીય માહિતીઓ પુરી પાડવા લાગ્યો હતો. શરૂઆતમાં તે યુવતીની મીઠી વાતોમાં ફસાયો તે પછી તેને પૈસાની લાલચ આપવામાં આવી તો પૈસાના મોહમાં તેણે આ કામ કરી આપ્યું હોવાના આરોપ સાથે ગુજરાત એટીએસ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો છે.
કચ્છના નારાયણ સરોવર પાસે રહેતો 28 વર્ષીય સહદેવસિંહ દિપુભા ગોહિલ કચ્છમાં માતાના મઢમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે કોન્ટ્રાક્ટ પર નોકરી કરતો હતો. તે જૂન કે જુલાઈ 2023થી અદિતી ભારદ્વાજ નામ ધારણ કરનાર કોઈ પાકિસ્તાની યુવતી સાથે સંપર્કમાં હતો. તે આ મહિલા એજન્ટની સાથે વાતો કરતો. લગભગ એકાદ વર્ષ સુધી તેમની વાતો ચાલી તે પછી આ યુવતીએ તેની આસપાસના બીએસએફ, ભારતીય નૌકાદળની ઓફીસો તથા ત્યાં થતા બાંધકામના ફોટો અને વીડિયો માગ્યા હતા. જે સહદેવસિંહે મોકલી આપ્યા હતા. આવા કામ કરવા માટે તેને આર્થિક ફાયદો પણ થતો હતો.
ઘટનામાં એવી પણ વિગતો સામે આવી છે કે તેને આવા કામ માટે એક વખત રૂપિયા 40 હજાર રોકડ કોઈ માણસ આવીને આપી ગયો હતો. આટલું જ નહીં સહદેવસિંહે પોતાના જ આધારકાર્ડથી જીઓનું સીમકાર્ડ ખરીદ્યું અને ફેબ્રુઆરી 2025માં તેની આ જ પાકિસ્તાની મિત્રને ઓટીપી આપી પાકિસ્તાનમાં ભારતીય નંબર પર વ્હોટ્સએપ શરૂ કરી આપ્યું હતું.
ગુજરાત એટીએસ દ્વારા હવે તેને ઝડપી લેવામાં આવ્યો છે અને તેના ફોનની તપાસ કરવાની શરૂ કરી છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








