Wednesday, January 14, 2026
HomeGeneralપાકિસ્તાનથી ગુજરાતમાં ઘૂસવાનો પ્રયાસઃ બનાસકાંઠા બોર્ડર પર એકને ઠાર કરાયો

પાકિસ્તાનથી ગુજરાતમાં ઘૂસવાનો પ્રયાસઃ બનાસકાંઠા બોર્ડર પર એકને ઠાર કરાયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.કચ્છ/બનાસકાંઠાઃ હાલમાં જ પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગ સ્થિતિ છે. જે વચ્ચે ગુજરાતમાં પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીના પ્રયાસને સુરક્ષા દળો દ્વારા નિષ્ફળ બનાવાયો છે. તેને બોર્ડર ક્રોસ કરતા કરાયેલા ફાયરિંગ દરમિયાન ઠાર કરવામાં આવ્યો છે.

પહેલગામ હુમલા બાદ ભારત પર ઘણા ડ્રોન હુમલા કરવાના પાકિસ્તાનના નિષ્ફળ પ્રયાસો બાદ સતત સરહદી વિસ્તારોમાં સુરક્ષા દળો દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ઉપરાંત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેના એક દિવસ પહેલા જ્યારે ગત રાત્રે બીએસએફ જવાનોએ બનાસકાંઠાની સરહદ પાસે પીલર નં. 938 પાસે એક શખ્સને કાંટાળી તારોને ઓળંગવાનો પ્રયાસ કરતો એક શખ્સ દેખાયો. જવાનોએ તેને વોર્નીંગ આપી, તેને ચેતવ્યો કે તે આંતરરાષ્ટ્રીય બોર્ડરને ગેરકાયદે ક્રોસ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

- Advertisement -

જોકે આ શખ્સ જવાનોની વાતને અવગણી ભારતની સરહદમાં ઘૂસતો દેખાયો કે બીએસએફ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું. જે ફાયરિંગમાં તેનું મોત થયું છે. બીએસએફ દ્વારા તેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડાયો છે. જે પછી આ મામલાની જાણ દેશના હોમ ડિપાર્ટમેન્ટને પણ કરવામાં આવશે. જ્યાંથી પાકિસ્તાની સત્તાધીશોને આ નાગરિક કોણ છે? તેની તપાસ કરવાની જાણ કરવામાં આવશે. કાર્યવાહી દરમિયાન તેની પાસેથી કેટલીક શંકાસ્પદ વસ્તુઓ પણ મળી આવી છે. તેની પણ તપાસ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદૂર પછી ભારત સતર્ક છે અને આ જ સતર્કતાને પગલે ભારતીય સીમા તરફ આવતી કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ પર સુરક્ષા દળોની ચાંપતી નજર છે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular