Friday, March 29, 2024
HomeGeneralUGVCL, MGVCL, PGVCL ભરતીકૌભાંડ..!! અરવલ્લી પોલીસે ત્રણ લોકો પાસેથી કોઈ ઠોસ પુરાવા...

UGVCL, MGVCL, PGVCL ભરતીકૌભાંડ..!! અરવલ્લી પોલીસે ત્રણ લોકો પાસેથી કોઈ ઠોસ પુરાવા ન મળતા નિવેદન લઈ જવા દીધા

- Advertisement -

જય અમીન (નવજીવન.અરવલ્લી): આપના યુવા નેતા યુવરાજસિંહે વધુ એક સરકારી નોકરીમાં ચાલતા કૌભાંડનો આક્ષેપ સાથે પર્દાફાશ કર્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં ઉર્જા વિભાગમાં થયેલી ભરતી પ્રક્રિયામાં ૨૧ લાખ રૂપિયા ઉમેદવારો પાસેથી લેવામાં આવ્યા હોવાની સાથે ઉર્જા વિભાગના ભરતી કૌભાંડમાં અરવલ્લી જીલ્લો એપી સેન્ટર હોવાનો આક્ષેપ કરતા જીલ્લા પોલીસતંત્રએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આપ નેતાએ કરેલા નામજોગ આક્ષેપ વાળા લોકોની અટકાયત કરવામાં આવી છે. ઉર્જા વિભાગમાં વિવાદિત ભૂતકાળ ધરાવતા અરવિંદ પટેલ સહીત અનેક લોકોના નામ બહાર આવતા અરવલ્લી, સાબરકાંઠા જીલ્લામાં હડકંપ મચ્યો હતો. જીલ્લા પોલીસતંત્રએ અરવિંદ પટેલ, આનંદ પટેલ અને અન્ય એક ચોઇલના યુવકની અટકાયત કરી સઘન પૂછપરછ કરતા કોઈ ઠોસ પુરાવા ન મળતા ત્રણે લોકોના નિવેદન લઇ જવા દેવામાં આવ્યા હતા.



- Advertisement -

આ અંગે અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતને ટેલિફોનિક પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે ઉર્જા વિભાગ ભરતી કૌભાંડમાં આપ નેતા યુવરાજસિંહે આક્ષેપ કરેલા ત્રણ લોકોની અટકયાત કરી લીધી હતી. પોલીસતંત્રએ ત્રણ લોકોની સઘન પૂછપરછ હાથધરી હતી. અરવિંદ પટેલ, તેના પુત્ર આનંદ પટેલ અને અન્ય એક ચોઈલાના યુવક પાસેથી ભરતી કૌભાંડમાં સંડોવાયેલા હોવાના કોઈ પુરાવા ન મળતા ત્રણે લોકોના નિવેદન લઈ જવા દેવામાં આવ્યા હતા. જીલ્લા પોલીસતંત્રની ત્રણ ટિમ હાલ સમગ્ર આક્ષેપિત કૌભાંડની તપાસ કરી રહી છે.

ધનસુરાની શાળામાં ફરજ બજાવતા અરવિંદ પટેલની અટકયાત કરી લેવામાં આવી છે. જો કે અરવિંદ પટેલે પોતે નિર્દોષ હોવાનું અને આ અંગે કંઈપણ જાણતો ન હોવાનું મીડિયા સામે રટણ કર્યું હતું.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular