Friday, September 22, 2023
HomeSeriesDeewal Seriesસિન્હા એ આંખો ઝીણી કરતા યુસુફને પુછ્યુ તમે સુરંગ ખોદાઇ ગઈ પછી...

સિન્હા એ આંખો ઝીણી કરતા યુસુફને પુછ્યુ તમે સુરંગ ખોદાઇ ગઈ પછી ભાગવાનો પ્લાન કેમ બદલી નાખ્યો

- Advertisement -

પ્રશાંત દયાળ (ભાગ-81 દીવાલ): મહંમદે Muhammad યુસુફ Yusuf અને પરવેઝ Pervez ના નામનો ઉલ્લેખ કરતા ડીઆઈજીએ સિન્હા Sinha એ મહંમદ Muhammad ની પાછળ બેઠેલા યુસુફ Yusuf અને પરવેઝ Pervez ના ચહેરા જોવા માટે પોતની ડોક સહેજ ઉંચી કરી તેમની સામે જોયુ, પરવેઝ Pervez નીચે જોઈ ગયો, પણ યુસુફ Yusuf સિન્હા Sinha સામે જ જોઈ રહ્યા હતો. 9 વર્ષ પહેલા જયારે યુસુફ Yusuf ક્રાઈમ બ્રાન્ચ Crime Branch આવ્યો ત્યારે તેની આંખોમાં ડર અને નરમાશ હતી તે જેલના 9 વર્ષ બાદ જરા પણ રહી ન્હોતી. સિન્હા Sinha ને તેની નજરમાં રહેલી અકડાઈ ખટકી તેમણે જમણા હાથમી પહેલી આંગળીના ઈશારે યુસુફ Yusuf ને આગળ આવવવા કહ્યુ, યુસુફ Yusuf પલાઠીવાળી બેઠો હતો, તેણે ઉભા થઈ આગળ આવવાને બદલે પોતાના હાથમાં બંન્ને પંજા જમીન તરફ દબાવી પોતાની શરીરને ઉપર કર્યુ અને તે આગળ તરફ ખસ્યો તે હવે મહંમદ Muhammad ની લાઈનમાં આવી બેઠો, સિન્હા Sinha એ બેરેક Barracks ના દરવાજાની બહાર ઉભા રહેલા પોલીસવાળા છે કે નહીં તેની ખાતરી કરી દરવાજા તરફ જીણી આંખો કરી જોયુ અને પછી યુસુફ Yusuf સામે જોતા કહ્યુ બોલ યુસુફ Yusuf તે એવી તો કઈ વાત કરી કે તમે સુરંગ Mine ખોદ્યા પછી ભાગવાનો પ્લાન પડતો મુક્યો.


યુસુફે પોતાના પગના અંગુઠા તરફ જોયુ અને જમણા હાથથી પગના અંગુઠાને સ્પર્શ કર્યો અને પછી એકદમ સિન્હા Sinha તરફ જોતા ગુસ્સામાં કહ્યુ સર મેં જેલ સે બહાર નિકલ જાતા તો બહાર આકે સબસે પહેલે આપકી મર્ડર કરનેવાલા થાં, સિન્હા Sinha પોતાની ખુરશીમાં એકદમ પાછા ખસી ગયા, એક ક્ષણ માટે તેમને ડર લાગી ગયો કે કયાંક આ આઠે મળી બેરેક Barracks માં જ તેમનું ગળુ દબાવી દેશો તો.. તેમણે તમામની આંખોમાં જોયુ પણ તે બધા યુસુફ Yusuf સામે જોઈ રહ્યા હતા, પણ ખુન કરવાની વાત કરનાર યુસુફની આંખમાં એકદમ ઝળઝળીયા આવી ગયા, તેણે પોતાના શર્ટની બાયથી આંખોના આંસુ લુંછયા, તેણે સિન્હા Sinha ની આંખોમાં જોતા પુછ્યુ સાહબ આપ કો ભી એક બેટી હૈના.. સિન્હા Sinha અંદરથી હલી ગયા, તેમને સમજાયુ નહીં કે યુસુફ કેમ પુછી રહ્યો છે, પણ સિન્હા Sinha જવાબ આપે તેની પરવા કર્યા વગર યુસુફે પોતાની વાત કહેતા કહ્યુ સર મેરી ભી એક બેટી હૈ, આપને મુઝે પકડા તભી વો પૈદા હુઈથી, ફરી તેની આંખ ભીની થઈ.

- Advertisement -

પોતાની આંખો સાફ કરતા તેણે પાછા વળી પરવેઝ Pervez તરફ જોયુ અને સિન્હા Sinha ને પુછ્યુ સર તમને ખબર છે આ પરવેઝ Pervez ની ઘરની હાલત શુ છે, સિન્હા Sinha જાણે કોર્ટના પાંજરામાં ઉભા થાય તેવુ લાગ્યુ, પરવેઝ Pervez ની આંખમાં દડદડ આંસુ પડયા, યુસુફે કહ્યુ તે જેલ Jail માં હતો ત્યારે તેની નાની બહેનના લગ્ન થઈ ગયા, તેની મા પાસે દિકરીના લગ્ન માટે પૈસા ન્હોતા, તેણે પોતાનું ઘર ગીરવે મુકી દેવુ પડ્યુ. યુસુફે બાજુમા બેઠાલા મહંમદ Muhammad ના ખભે હાથ મુકતા કહ્યુ સર તમારા માટે અને તમારી સરકાર માટે આ માણસ આતંકવાદી હોઈ શકે છે, પણ તેમણે મારા અને પરવેઝ Pervez માટે જે કઈ કર્યુ તેવુ તો સગોભાઈ પણ કરી શકે નહીં, સર તમને ખબર છે કે મહંમદ Muhammad ભાઈ અને તેમના આ સાથીઓ આજ સુધી એક પણ વખત જામીન અરજી મુકી નથી, પણ મહંમદ Muhammad ભાઈએ મારી અને પરવેઝ Pervez માટે સુપ્રીમ કોર્ટ સુધી જામીન મુકયા, પણ તમારી કોર્ટો પણ તમારા જેવી બંધ મગજની છે, અમારી કોઈ વાત જ સાંભળા તૈયાર નથી, મહંમદે Muhammad યુસુફનો ગુસ્સો શાંત કરવા તેના પગ ઉપર હાથ મુકયો, યુસુફે Yusuf મહંમદ Muhammad ના હાથ ઉપર હાથ ઉપર હાથ મુકતા કહ્યુ મેજર આજે તમે મને બોલવા દો, મે 9-9 વર્ષથી મારો ગુસ્સો દબાવી રાખ્યો હતો, સાહેબ એક વખત તમે મારી અને પરવેઝ Pervez ની આંખોમાં આંખ મીલાવી કહો, અમદાવાદ Ahmedabad માં બ્લાસ્ટ Blast Case થયા તેમાં અમારો કોઈ વાંક ગુનો હતો.


સિન્હા Sinha સ્તબ્ધ થઈ ગયા તેઓ જયારે મુંઝાઈ જાય ત્યારે તેઓ પોતાના હાથના અંગુઠાને આંગળી ઉપર ફેરવવા લાગે, આજે તેવુ જ કરી રહ્યા હતા, સિન્હા Sinha એ ફરી વખત બેરેક Barracks ના દરવાજા તરફ જોયુ, તેમને લાગ્યુ કે યુસુફ Yusuf જે બોલી રહ્યો છે તે કોઈ સાંભળે નહીં તો સારૂ. મહંમદે Muhammad યુસુફના ખભે હાથ મુકયો અને સિન્હા Sinha સામે જોતા કહ્યુ સર યુસુફ Yusuf અને પરવેઝ Pervez કે લીયે હીં હમને ભાગને કા પ્લાન બનાયા થાં, જીસ દિન હમ પકડે ગયા તભી હમે માલુમ થાં કી હમે ફાંસી સે કમ કોહી સજા હો નહીં શકતી, હમને જો કીયા વો ગુનાહ ભી કમ નહીં થાં, લેકીન આજ ભી હમ માનતે હૈ કી હમને જો કીયા વહ સહી થા, પછી તેણે એક શ્વાસ લીધો અને પરવેઝ Pervez અને યુસુફ Yusuf સામે જોતા કહ્યુ સર યહ દો બચ્ચે કા કયા કસુર થા, ક્યો આપને ઉન્હે હમારે સાથે જેલ મેં ડાલ દીયા, સિન્હા Sinha ને લાગ્યુ કે તે પોતાની નજર નીચી કરશે તો તેને અર્થ અલગ કાઢવામાં આવશે, તે પણ મહંમદ Muhammad ની આંખોમાં જોઈ રહ્યા હતા, તેમને આજે મહંમદ Muhammad ની આંખમાં જોવા માટે હિમંત જાળવી રાખવી પડતી હતી. મહંમદે Muhammad કહ્યુ સર જબ પહેલી દિન મૈને યહ બચ્ચો કો દેખા મેરા સીના રોને લગા, હમારી સજા આપને ઈન માસુમો કો દેદી, એકબાર ઈનકી જમાનત હો જાતી, તો ઠીક થાં લેકીન મેં ઉનકે લીયે વો ભી નહી કર પાયા.. મહંમદ Muhammad ના ચહેરા ઉપર અફસોસનો ભાવ આવ્યા, તે થોડી વખત નીચી નજર સાથે બેઠો અને પછી પોતાના સાથીઓ સામે જોતા કહ્યુ દેખો સાબ હમારે મેસે કોઈ થકા નહીં કોઈ હારા નહીં, હમ ભાગને વાલો મેંસે નહીં હૈ, હમ તો મારને-મરને વાલે હે, હમ તો જૈહાદી હૈ, સિન્હા Sinha ને મહંમદ Muhammad અને તેના સાથીઓના ગજબના આત્મવિશ્વાસનો પહેલી વખત ડર લાગી રહ્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચ Ahmedabad Crime Branch કરતા એકમદ ઉલટો સીન હતો ક્રાઈમ બ્રાન્ચ Crime Branch માં સિન્હા Sinha બોલતા હતા બાકીના સાંભળતા હતા આજે જેલ Jail માં કેદીઓ બોલી રહ્યા હતા અને સિન્હા Sinha સાંભળી રહ્યા હતા. મહંમદે Muhammad એકદમ ધીમા અવાજે કહ્યુ સર મેં જબ કોર્ટે મેં હાર ગયા અને યુસુફ Yusuf અને પરવેઝ Pervez કો બહાર નહીં નિકલા પાયા તબ મેને જીંદગી મેં પહેલી બાર અપને આપકો કમજોર પાયા, મેં પ્રેકટીસીંગ લોયર થાં, કઈ કેસ જીતા કઈ હારા , લેકીન મેં પહેલી બાર અપને ખુદ કા કેસ હાર રહા થાં, હાર મુઝે મંજુર નહીં થી, જેલ Jail સે બહાર નિકલને કા પુરા પ્લાન મેરા હી થા, સુરંગ Mine ખોદ કે હમ ભાગ શકે ઈસીલીયે સભી ઈતઝામ મેંને હીં કીયા , હમે જેલ Jail કે બહાર નિકલના થા, સીર્ફ ઔર સીર્ફ પરવેઝ Pervez ઔર યુસુફ Yusuf કે લીયે પછી ઉંડો શ્વાસ છોડતા કહ્યુ સર કુછ કમજોર દીખને વાલે ઈન્સાન અંદર સે કીતને તાકાતવર હોતે હે આપકા કભી ભી સમજ મેં નહીં આયેગા, મહંમદે Muhammad પરવેઝને આગળ બોલાવ્યો, મહંમદ Muhammad ની જમણી તરફ યુસુફ Yusuf અને ડાબી તરફ પરવેઝ Pervez હતો, તેણે બંન્નેના ખભે હાથ મુકતા કહ્યા, સર યહ બચ્ચે બડે બહાદુર ઔર નેક ઈન્સાન હૈ, લેકીન આપ ઉન્હે પહેચાન નહીં પાયે સુરંગ Mine કે હમ બહાર નિકલ જાતે તો આપ ક્યા આપકી સીબીઆઈ CBI ભી હમે ઢુંઢ નહીં પાતી, લેકીન આજ હમ આપકે સામને સિર્ફ ઈન્કે કારણ હૈ, સિન્હા Sinha એ પરવેઝ Pervez અને યુસુફ Yusuf સામે જોયુ.


(ક્રમશ:)

(આવતીકાલ શુક્રવારે પ્રસ્તુત થશે દીવાલ શ્રેણીનો છેલ્લો ભાગ)

PART – 80 | બેરેકમાથી બધી પોલીસને બહાર જવાનો સિન્હાએ આદેશ આપ્યો હવે તે એકલા અને સામે કેદીઓ હતાસાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular